ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા અંગ્રેજ બોલરોની ધોલાઈ કરવાનું બીડું ઝડપ્યું લાગે છે. રોયલ લંડન વન ડે કપની બીજી મેચમાં પણ તેણે તાબડતોબ 174 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
ઈંગ્લેન્ડમાં ચેતેશ્વર પૂજારાનું શાનદાર ફોર્મ યથાવત છે. કાઉન્ટી ક્રિકેટમાં રમત ચેતેશ્વર પૂજારાએ રનોનાં ઢગલા કરવાનું ચાલુ રાખ્યું છે. પૂજરાએ હવે રોયલ લંડન કપમાં શાનદાર તોફાની બેટિંગ કરતાં સસેક્સની ટીમ વતી કેપ્ટન ઇનિંગ રમી હતી.
- Advertisement -
રવિવારે 14 ઓગસ્ટનાં દિવસે રમાયેલી મેચમાં પૂજારાએ 131 બોલમાં 174 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી જેમાં તેણે 110 રન તો બાઉન્ડ્રીથી જ ફટકાર્યા હતા. પૂજારા તેની નેચરલ બેટિંગ સ્ટાઈલથી વિપરીત ધડાધડ બેટિંગ કરતાં દેખાયો હતો.
Back to back centuries for @cheteshwar1. 💯 🤩 pic.twitter.com/9F7bMlvvkF
— Sussex Cricket (@SussexCCC) August 14, 2022
- Advertisement -
પૂજારાનો લિસ્ટ A તેની કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર છે. તેણે સરેના બોલરોને ધોઈ નાખ્યા હતા. તેણે એક ઇનિંગમાં 20 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. પુજારાની ઇનિંગને કારણે સસેક્સે સરેને 379 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેણે 50 ઓવરમાં છ વિકેટે 378 રન બનાવ્યા હતા. મેચમાં સરેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે સસેક્સના બે બેટ્સમેનોને નવ રનની અંદર પેવેલિયન મોકલી દીધા હતા. હેરિસન વોર્ડ પાંચ અને અલી ચાર રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.
બે વિકેટ પડ્યા બાદ પુજારા અને ટોમ ક્લાર્કે ટીમની ઇનિંગ સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 205 રનની ભાગીદારી કરી હતી. ક્લાર્કે 106 બોલમાં 104 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 13 ચોગ્ગા ફટકાર્યા હતા. પૂજારા 48મી ઓવરમાં આઉટ થયો હતો. તે સમયે ટીમનો સ્કોર 350 રન હતો.
જો કે તેની સાથે જ ટીમની જીતની આશા પર પણ પાણી ફરી વળ્યું હતું.