ક્રિકેટ સહિતની રમતો ઉપર ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જુગાર રમાડતી ગેમિંગ એપ્લિકેશન ઉપર પગલાં લેવા માટે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. આ એપ્લિકેશનો ઉપર જુગાર રમાડીને યુવાધન પૈસા બરબાદ કરતા હોવાની અને લત લાગતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
ક્રોસવર્ડ પઝલ અને કોન બનેગા કરોડપતિ જેવી ગેમ રમાડી પ્રશ્નો પૂછીને નાણાકીય રિવોર્ડ આપવામાં આવતો હોવાની રજૂઆત કરવામાં આવી છે. જોકે અરજદારના વકીલ હાજર નહીં રહેતા આગામી જાન્યુઆરી મહિનામાં તેની સુનાવણી રાખવામાં આવી છે. કેસની વિગતો મુજબ અમદાવાદના સુમિત પ્રજાપતિ નામના અરજદાર દ્વારા જાહેર હિતની અરજી કરીને રજૂઆત કરવામાં આવી હતી કે આજકાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા અન્ય જગ્યાએ ઓનલાઇન ગેમ્સની લોભામણી જાહેરાતો મૂકવામાં આવે છે અને આ ગેમમાં શરૂઆતમાં અમુક પ્રશ્નો પૂછીને યુવાધનને ગેમ રમવા માટે લલચાવવામાં આવે છે.
- Advertisement -
ક્રિકેટ અને ક્વિઝ કોન્ટેસ્ટ જેવી આ ગેમોમાં શરૂઆતમાં અમુક પ્રશ્નો પૂછે છે અને ત્યારબાદ જેમ જેમ ઊંડા ઉતરવામાં આવે તેમ તેમ પૈસા નો વ્યવહાર થતો હોય છે. આથી આ સમગ્ર બાબત જુગાર ધારામાં સમાવિષ્ટ હોવાથી આ એક પ્રકારનો જુગાર છે. આવી ગેમ ના માધ્યમથી પૈસા કમાવવાની લાલચ આપવામાં આવે છે. તેથી યુવાધન અને લોકો ખાસ કરીને ગરીબ લોકો ગેમ રમે છે અને આમાં પૈસા ગુમાવીને બરબાદ થાય છે. એટલું જ નહીં આ આ ગેમની લત લાગી જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પરિવારોમાં પણ પારાવાર મુશ્કેલીઓ થઈ રહેલી છે આથી આ ગેમોને જુગાર ધારા હેઠળ આવરી લઈને તેના ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ. આ અરજીમાં બેંગલોર અને હરિયાણા ની બે ગેમિંગ કંપનીઓને પક્ષકાર તરીકે જોડવામાં આવી હતી.
જોકે રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરી હતુંકે જો ગેમ ઓફ સ્કીલ હોય તો તે જુગાર ધારા ના કાયદા હેઠળ સમાવેશ થતો નથી. આ બાબતે સુપ્રીમ કોર્ટના આદેશો પણ છે આ બાબતે અગાઉ એક જાહેર હિત ની અરજી થઈ હતી. તેમાં રાજ્ય સરકાર તરફ રજૂઆત કરવાનો આદેશ કરાયો હતો. જોકે આ પ્રસ્તુત જાહેર હિતની અરજીમાં અરજદાર હાજર નહીં રહેતા વધુ સુનાવણી આગામી જાન્યુઆરી મહિનામાં રાખવામાં આવી હતી.