ખાઉધરા રાણા વિરૂદ્ધ ઠેઠ ગૃહમંત્રી સુધી ફરિયાદ
રાણાએ ધમકી આપી
‘મસ્જિદમાં લઈ જઈને તારી દાઢી કાપીશું અને તને બેઈજ્જત કરીશું!’
પોલીસ બેડામાં બધા લોકો સારા નથી હોતા અને બધા લોકો ખરાબ પણ નથી હોતા. અમુક લોકોને કારણે આખા પોલીસ ખાતાને બદનામ થવું પડે છે. રાજકોટના જ એક આવા પોલીસ બેડાના પીએસઆઈ છે, જનકસિંહ રાણા. જેને કારણે રાજકોટ શહેર પોલીસને અવારનવાર શર્મસાર થવું પડી રહ્યું છે. શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈની ફરજ બજાવતા આ પોલીસ કર્મચારી પોતાના કારનામાઓથી ક્રિમિનલ કરતા પણ વધુ કુખ્યાત બની ચૂક્યા છે. ભૂતકાળમાં તેઓ અનેક ચર્ચાસ્પદ કિસ્સાઓમાં સંડોવાઈ ચૂક્યા છે છતાં પણ હજુ સુધારવાનું નામ લેતા નથી. હાલમાં જ જનકસિંહરાણાએ એક મુસ્લિમ પરિવારને ગેરકાયદે રીતે હેરાન કરી લાખો રૂપિયા પડાવવા પ્રયત્નો કરેલી જેની ફરિયાદ છેક ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી થઈ છે.
પીએસઆઈ જનકસિંહ રાણાએ 10 લાખ રૂપિયાની માંગણી કર્યા અંગેની એક અરજી જૂનાગઢના જીલેખાબેન એજાઝભાઈ ભીમણીએ હાલમાં જ ગૃહમંત્રીને કરી છે જેમાં તેમણે જણાવેલી સમગ્ર બાબત અહીં શબ્દશ: અહીં રજૂ કરવામાં આવી છે. આ અરજીમાં લખવામાં આવ્યું છે કે, ’તારીખ 25-12-2021ના રોજ અમારા ઘરે પ્રસંગ હોવાથી સાંજના સમયે રાજકોટ આવેલા. બીજે દિવસે સવારના એટલે કે 26 તારીખે રવિવારના અમારા ઘરે બોમ્બેથી મહેમાન સવારના 10 વાગ્યે સૌરાષ્ટ્ર મેઈલમાં આવેલા. મહેમાન નાસ્તો કરી અંદાજીત 12 વાગ્યાના આસપાસ ચાલ્યા ગયા. પછી અમારા ભાઈ વાજીદભાઈ પણ બપોરના સમયે આશરે 2.30થી 3.00 વાગ્યાના સમયે અમદાવાદ જવા રવાના થયેલા.
- Advertisement -
પ્ર. નગર વિસ્તારમાં ગાંધીગ્રામ ડી સ્ટાફ ટોળકીએ કરેલી કળા નિહાળવા આ લિંક પર ક્લિક કરો.. https://youtu.be/8CAmRVPQPfs
અનવર દારૂવાળા
મૂળ મામલો શું છે? જનક રાણાને આટલો રસ શા માટે પડ્યો?
અનવરભાઈ દારૂવાલાનાં પુત્રએ એક શખ્સને છ લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. આ વાત અઢી વર્ષ જૂની છે. એ પછી પુત્રએ પેલા શખ્સ પાસેથી પરત ઉઘરાણી કરતા તેણે દેવાની આનાકાની કરી હતી. પછી પૈસા પરત આપવા ન પડે તે માટે તેણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીની ખોટી અરજી કરી હતી અને ઙ.ઈં. વાળા તથા ઙજઈં જનક રાણા સાથે કોઈ અજબગજબ સાંઠગાંઠ કરી હતી. એ પછી અનવરભાઈનાં ઘેર સીધી જ પોલીસ ધસી ગઈ હતી અને વાત પતાવવા દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી. અનવરભાઈ દારૂવાલા ગર્ભશ્રીમંત છે, અબજો રૂપિયાની તેમની સંપત્તિ છે. આ ભાળીને જનક રાણા અને વાળાનાં મોંમાંથી જાણી લાળ ટપકી હતી. પણ અનવરભાઈ બહુ મજબૂત મનોબળ અને સંપર્કો ધરાવે છે- તેથી રાણા-વાળાનો દાવ ઊંધો પડ્યો હતો.
વૉરન્ટ વગર ઘરની તલાશી લીધી : પડોશીઓને પણ હેરાન-પરેશાન કરી નાંખ્યા
વ્યાજખોરીની વાહિયાત અરજીમાં જવાબ આપવા ફોન કરીને બોલાવવાને બદલે સીધાં ઘેર જ ધસી ગયા
ભાઈ પણ અમદાવાદ રહે છે. અમો બધા મારા મમ્મી-પપ્પા અને મારા નાના ભાઈ-બહેન સાથે આશરે 4 વાગ્યે ગોંડલ જવા રવાના થયેલા. અમો ગોંડલ ખોડીયાર હોટલે અંદાજીત 5 વાગ્યે પહોંચેલા અને ત્યાં નાસ્તો કરેલો. નાસ્તો કરીને ઉભા થયા અને રાજકોટથી ફોન આવેલો કે તમારા ઘરે પોલીસ આવેલી છે. અમો તરત જ ગાડી પાછી વાળેલી અને પ્રસંગમાં ન ગયા. ત્યાંથી રાજકોટ આવેલા. અમો અમારા ભાડુઆતને ત્યાં તપાસ કરતાં ભાડુઆતના મકાનને તાળુ લાગેલું હતું. પછી અમે અમારા સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરતાં અમોએ જોયેલું કે અમારા ઘરે પોલીસ આવેલી હતી. એક પોલીસની બોલેરો હતી અને એક વાઈટ કલરની પ્રાઈવેટ કાર હતી. સી.સી.ટી.વી. ફૂટેજ પ્રમાણે સમય 5.31નો સમય હતો અને અમો પછી ભાડુઆતની તપાસ કરતા ભાડુઆતના મકાનમાં પોલીસ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરેલો હતો. પોલીસે ભાડુઆત હંસાબેનને બેફામ ગાળો આપેલી અને લાકડી બતાવેલી. રાતે અંદાજીત 9 વાગ્યાના આસપાસ અમારા ભાડુઆતને મારા પપ્પાએ ફોન કરેલો. તે બહુ ડરી ગયા હતા. તેને મારા પપ્પાને પોલીસનું બધું વર્ણન કરેલું. તે પછી મારા પપ્પાએ કહેલું કે તમે સવારે ઘરે આવજો. સવારે મારા પપ્પા સવારે વહેલા ઉઠી નમાજ પઢીને પાછા ઘરે આવેલા અને ઘરેથી તૈયાર થઈ કામથી નીકળી ગયા.
- Advertisement -
તારીખ 27-12-2021ના સવારના લગભગ 11.30ની આસપાસ પોલીસ સિવિલ ડ્રેસમાં આવેલી. અને અમારી ડેલી ખખડાવતા મેં જઈને ડેલી ખોલેલી. ડેલી ખોલતા તે લોકો તરત જ અંદર આવવા લાગેલા. મેં બધાને રોકેલ. શું છે? તો કહેલ કે અમારે ઘરની ઝડતી લેવાની છે. તો મેં કહેલુ કે સાહેબ આપ વોરંટ લઈ આવ્યા છો તો મને બતાવો. સાહેબે કહેલું તે બધુ જૂનુ થઈ ગયું. હવે પોલીસ ગમે તેના ઘરમાં જઈને તલાશી લઈ શકે. મેં પોલીસને ડેલીમાં આવવા ન દીધેલા તો પોલીસ એકદમ ભડકેલી અને જેમ ફાવે તેમ બોલવા માંડેલી અને કહેલું કે આ બધી તકલીફ તારા ભાઈને અને તારા પપ્પાને પડશે. તો મેં કહેલું કે સાહેબ હું તો મહેમાન છું. તમે મારા પપ્પા આવી જાય પછી તલાશી લેજો અત્યારે મારાથી તલાશી દેવાય નહીં અને સાહેબ એટલો બધો મારા ભાઈ અને મારા પપ્પાએ શું ગુનો કર્યો? તો પોલીસે મને જણાવેલું કે તારા પપ્પા માથે અને તારા ભાઈ માથે વ્યાજ માટેની એક અરજી થયેલી છે. તો સાહેબ ખાલી અરજીમાં આટલું બધું કેમ કરો છો તો સાહેબે કહેલું કે આ તો કંઈ નથી હજુ તો તારા પપ્પાને જાહેરમાં માર મારશું. જે મસ્જીદમાં તારા પપ્પા નમાજ પઢે છે ત્યાં લઈને અમે તેની દાઢી કાપશું અને બેઈજ્જત કરીશું. પણ સાહેબ મારા પપ્પા વ્યાજનો ધંધો નથી કરતા તે અમારી પાસે પુરાવા છે. સાહેબે કહેલું કે તે અમારે કંઈ જોવાનું ન હોઈ. આ બધું ત્રણ પોલીસવાળા બોલતા હતા. બીજા કોઈ કંઈ બોલતા ન હતા. (1) ગાંધીગ્રામ પી.એસ.આઈ. જનકસિંહ રાણા, (2) એક ટોપી પહેરેલ વનરાજભાઈ (3) પ્ર.નગર પો. સ્ટે.ના કે. ડી. પટેલ કરીને હતા. અને આ કે. ડી. પટેલસાહેબે તો એમ કહેલું કે તારા પપ્પાને અને તારા ભાઈને નવા કાયદા પ્રમાણે ગુજસીટોક નકર છેલ્લે તો પાસા તો કરીશું જ. જો તમારે આ બધુ પતાવવું હોય તો રૂપીયા દસ લાખ આપવા પડશે. નહીંતર તારા ભાઈને અને તારા પપ્પાને બેઈજ્જત કરીને જેલમાં મોકલી દેશું. તમને તો ખબર હશેને પોલીસ પાસે સત્તા છે. પોલીસ ધારે તે કરી શકે. એના કરતા તમે પૈસા આપી દયો. તો મેં કહેલુ કે હું મારા પપ્પા સાથે વાત કરીશ. આપ ગૃહમંત્રી સાહેબને મારી નમ્ર અરજ છે કે તાત્કાલીક પગલાં લેવા. નહીંતર આ પોલીસ મારા પપ્પાને બેઈજ્જત કરી નાખશે. મારા પપ્પાને હાઈ ડાયાબીટીશ 475 છે અને હાઈ બી.પી. 180થી 190 રહે છે. જો આ પોલીસ મારા પપ્પા માથે કાંઈ પણ કૃત્ય કરે તો મારા પપ્પાથી અમારે હાથ ધોઈ નાખવા પડે. આપ સાહેબને નમ્ર વિનંતી છે. ઉપર અરજીનું લખાણ વાંચી અને તાત્કાલીક હુકમ કરવા અને અમોને ન્યાય આપવા આપ સાહેબને નમ્ર વિનંતી કરૂં છું. આ બધાના પુરાવા પેટે મારી પાસે સી.સી.ટી.વી. ફુટેજ છે અને સાક્ષી-પુરાવાની જરૂર પડશે તો હું આપીશ.’ આ અરજી તારીખ 3-01-2022ના રોજ જીલેખાબેન એજાઝ ભીમાણીએ ગાંધીગ્રામ પોલીસ પીએસઆઈ જનકસિંહરાણા વિરુદ્ધ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને કરેલી છે.
પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંધીગ્રામ પોલીસ શું કરી રહી હતી?
અનવરભાઈનાં પુત્ર પાસેથી ઉછીના છ લાખ રૂપિયા લેનાર શખ્સે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. નિયમ મુજબ આ અરજી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફોરવર્ડ કરવી જોઈએ. છતાં આટલો ઊંડો રસ લઈને જાતે જ અન્ય પોલીસ સ્ટેશનની હદમાં ઘૂસી જવા પાછળનું પ્રયોજન શું છે? જવાબ આપણને સૌને ખ્યાલ છે.
નિષ્ઠાવાન CPઅગ્રવાલ અને બાહોશ DCPજાડેજા તથા ACP દિયોરા તરફથી ન્યાયની અપેક્ષા
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઝોન-2નાં ઉઈઙ મનોહરસિંહ જાડેજા તથા અઈઙ દિયોરા હેઠળ આવે છે, બીજી તરફ ઈઙ મનોજ અગ્રવાલ પણ કડક- નિષ્ઠાવાન અધિકારીની છાપ ધરાવે છે. આ ત્રણેય અધિકારીઓ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની આ લાંચીયા ટોળકીને સીધીદોર કરશે તેવી અપેક્ષા સૌને છે.
ચા કરતા કિટલી ગરમ: વનરાજ લાવડિયાનો આતંક
જનક રાણાનાં સર્કિટ ગણાતાં કોન્સ્ટેબલ વનરાજ લાવડિયાનો પણ અરજીમાં ઉલ્લેખ છે. આ લાવડિયા તેનાં સીનસપાટા માટે જાણીતાં છે. બે-ત્રણ દિવસ પહેલાં એક મીડિયાકર્મી સાથે પણ રૈયા ચોકડી પાસે રાણા-લાવડિયાએ ગેરવર્તન કર્યું હતું. મીડિયાકર્મીએ ઑફિશિયલ આઈડેન્ટિટી કાર્ડ દેખાડ્યું હોવા છતાં બેઉએ કરફયુનાં સમય બાબતે માથાકુટ અને ગાળાગાળી કરી હતી. આવાં તત્ત્વો સામે ઊચ્ચ અધિકારીઓએ કડક હાથે કામ લેવું જરૂરી છે.