એક ટ્રેકટર તથા જનરેટર સહિત કુલ 6 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત સિઝન શરૂ થતા કોલસાનું ગેરકાયદેસર ખનન પણ શરૂ થયું છે જેમાં થાનગઢ વિસ્તારના એક મોટા ખનિજ માફિયા પર કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઉતરી દીધા છે તેવામાં હજુય એક મોટા ગજાના ભૂમાફિયા પર કાર્યવાહી શરૂ થાય તો મોટાભાગની ખનિજ ચોરી પર નિયંત્રણ કરી શકાય છે તેવામાં થાનગઢ પંથકના જામવાડી ખાતે કોલસાનું ગેરકાયદેસર ખનન શરૂ થયું હોવાની જાણ ચોટીલા પ્રાંત અધિકારીને થતા ટીમ સાથે જામવાડી ખાતે દરોડા કરાયો હતો જે દરોડા દરમિયાન સરકારી જમીન પર કોલસાનું ખનન કરતા એક ટ્રેકટર તથા જનરેટર સહિત 6 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.