ખાનગી માલિકીની જમીનમાં સફેદ માટીના ખનનનો કાળો કારોબાર ચાલતો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસો, રેતી, પથ્થર સફેદ માટી, બ્લેક ટ્રેપ સહિતના ખનિજનું બેફામ લૂટ ચાલી રહી છે ત્યારે મુળી અને થાનગઢ પંથકમાં ચાલતા કોલસા અને સફેદ માટીના ગેરકાયદેસર ખનન મોટા પ્રમાણમાં ચાલુ હોવાનું સામે આવ્યું છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કોલસા બાદ હવે સફેદ માટીના ખનન પર દરોડો કરવામાં આવ્યો છે જેમાં થાનગઢ તાલુકાના વીજળિયા ગામે સીમ વિસ્તારમાં માલિકીની જમીનમાં ચાલતા સફેદ માટીના ખનન પર પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા દરોડો કરી બે હિટાચી મશીન, બે ડમ્ફર, હિટાચી મશીન હેરફેર કરવા માટેનો ટ્રક સહિત બે કરોડનો મુદામાલ જપ્ત કરાયો હતો આ સાથે સફેદ માટીનું ખનન કરનાર રાજુભાઈ વિરજીભાઈ ઉમરખાણીયાને સ્થળ પરથી ઝડપી માલિકોની જમીનમાં થતા ગેરકાયદેસર ખનન અંગે જમીન ખાલસા કરવાની કામગીરી હાથ ધરી છે.