રાજકોટમાં કર્મચારીઓના ‘WE WANT OPS’ સહિતનાં સૂત્રોચ્ચાર
બહુમાળી ભવનથી કલેક્ટર કચેરી સુધી રેલી, જિલ્લા કલેક્ટરને આવેદન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૂની પેન્શન યોજના (ઘઙજ) ફરી લાગૂ કરવાની માંગ સાથે રાજ્યભરના સરકારી કર્મચારીઓ આજે મેદાનમાં ઉતર્યા હતા. જેમાં શિક્ષકો, પોલીસકર્મીઓ, આરોગ્ય કર્મચારીઓ અને અન્ય વિભાગોના કર્મચારીઓ દ્વારા આયોજનબદ્ધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં પણ 500થી વધુ કર્મચારીઓની’WE WANT OPS’ સહિતનાં સૂત્રોચ્ચાર સાથેની રોષ રેલી યોજવામાં આવી હતી. બહુમાળી ભવનથી કલેક્ટર કચેરી સુધીની રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સાંસદો-ધારાસભ્યો કેમ નવી પેંશન યોજના સ્વીકારતા નથી? જેવા સવાલો ઉઠ્યા હતા. 1 ઓગસ્ટ, 2025ના રોજ ભારતના તમામ જિલ્લા મથકોએ ગઙજ/ઞઙજ અને ખાનગીકરણ વિરુદ્ધ “રોષ માર્ચ આયોજિત કરવામાં આવી. વર્ષ 2005થી સમગ્ર ભારતમાં ગઙજનો સરકારે અમલ કરેલ છે અને જૂની પેંશન યોજના માત્ર સાંસદો, ધારાસભ્યો પૂરતી મર્યાદિત કરેલ છે. વધુમાં, બાકી હતું તો સરકાર દ્વારા ઞઙજનો અમલ કરાયો છે. સમગ્ર ભારતના કર્મચારીઓ ગઙજ/ઞઙજનો વિરોધ નોંધાવે છે અને જૂની પેંશન યોજનાની માંગણી કરે છે.’કર્મચારીઓ જ સરકારના તમામ વિકાસ કાર્યોના શિલ્પી છે ત્યારે તેમની સાથે થતો અન્યાય અને શોષણ
યોગ્ય નથી.
શિક્ષકદિન નિમિત્તે શિક્ષકો ઉપવાસ કરી વિરોધ નોંધાવશે
- Advertisement -
રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળ પ્રમુખ દિનેશ સદાસિયાએ જણાવ્યું કે, જ્યાં સુધી જૂની પેન્શન યોજના લાગૂ નહીં થાય ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે. દેશના તમામ જિલ્લાઓમાં નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન દ્વારા જૂની પેન્શન યોજના લાગૂ કરવા માટે રોષ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્રના તમામ કર્મચારીઓ માટે આ યોજના લાગૂ થાય તે માટે સરકારને રજૂઆત કરાઈ છે. ધારાસભ્યો અને સાંસદોને જે પેન્શન યોજનાનો લાભ મળે છે, તે જ યોજના રાજ્ય અને કેન્દ્રના તમામ કર્મચારીઓ માટે પણ લાગુ થવી જોઈએ, તે અમારી મુખ્ય માગણી છે. જો આ માગણી સ્વીકારવામાં નહીં આવે તો શિક્ષકદિન નિમિત્તે તમામ શિક્ષકો ઉપવાસ કરી વિરોધ નોંધાવશે. આ ઉપરાંત 2 ઓક્ટોબરે ટ્વીટર અભિયાન ચલાવવામાં આવશે તેમ છતાં જો પેન્શન યોજના ચાલુ નહીં થાય તો 25 નવેમ્બરે દિલ્હીમાં મહાસભા યોજી વડાપ્રધાનને પણ આવેદનપત્ર આપવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષથી સરકારમાં સતત રજૂઆતો અને રેલીઓ દ્વારા માગણી કરવામાં આવી રહી છે. જ્યાં સુધી માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે.
નવી પેન્શન યોજના સારી હોય તો ધારાસભ્યો અને સાંસદો કેમ સ્વીકારતા નથી?
સરકારી શાળાનાં એક શિક્ષકે જણાવ્યું હતું કે, જૂની અને નવી પેન્શન યોજના વચ્ચે ખૂબ મોટો તફાવત છે. જૂની યોજનામાં 30થી 35 વર્ષની નોકરી પછી કર્મચારીઓને નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષા મળતી હતી પરંતુ, નવી પેન્શન યોજના હેઠળ 80,000 પગાર ધરાવતા કર્મચારીને પણ માત્ર 2,600 રૂપિયા પેન્શન મળે છે, જેનાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, જો નવી પેન્શન યોજના આટલી સારી હોય તો ધારાસભ્યો અને સાંસદો શા માટે સ્વીકારતા નથી? તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન જૂની પેન્શન યોજનાની માંગણી કરે છે તો પછી માત્ર કર્મચારીઓ માટે જ નવી યોજના શા માટે?
સરકાર યોગ્ય નિર્ણય નહી લે તો ઉગ્ર આંદોલન થશે
રાજકોટમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગખઘઙજ રાજકોટ અને રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા સંયુક્ત રીતે આજે રોષ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી માંગ છે કે, સરકારી કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો છે અને તેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ. જ્યાં સુધી સરકાર આ માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે. જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આ આંદોલન આગામી સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે એવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો…
5 સપ્ટેમ્બર 2025 – દેશના તમામ જિલ્લા મથકોએ શિક્ષક દિન નિમિત્તે ધરણા અને સામુહિક ઉપવાસ
2 ઓક્ટોબર 2025 – જુની પેંશન યોજના માટે ઓલ ઇંડિયા ટ્વીટર અભિયાન
25 નવેમ્બર 2025 – સમગ્ર ભારતના કર્મચારીઓ દિલ્હી ખાતે એકત્ર થશે – ’ચલો દિલ્હી અભિયાન’
કર્મચારીઓ દ્વારા માંગણી
જૂની પેંશન યોજના પુન: સ્થાપિત થાય
ફિક્સ પગારની ગેરબંધારણીય નીતિ નાબૂદ થાય
આઠમા પગાર પંચની રચના થાય



