સફારી પાર્કના બહારના ભાગે મુલાકાતી પ્રવેશ માટે આકર્ષક એન્ટ્રન્સ પ્લાઝા બનાવવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન સોનલબેન સેલારાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઈસ્ટ ઝોનમાં એશિયાટીક લાઈન સફારી પાર્ક બનાવવા માટે ભારત સરકારમાં મોકલવામાં આવેલ દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી મારફત મંજૂરી મળી ગઈ છે. રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે રાજકોટ શહેર તથા આસપાસના જિલ્લાઓના મુલાકાતીઓ ઝૂ ખાતે પધારે છે. જેઓને પ્રાણી સંગ્રહાલય ઉ5રાંત નવા નજરાણા સ્વરૂપે લાયન સફારી પાર્ક જેવું ઉત્તમ આકર્ષક ફરવાનું સ્થાન મળી રહે અને સિંહ સંરક્ષણ- સંવર્ધનના પ્રયત્નોમાં વધારો થાય તેમજ ઇકો ટુરીઝમ ક્ષેત્રે વધારો થાય તે માટે રાજકોટ પ્રાણી ઉદ્યાનના વિસ્તૃતીકરણ તરીકે લાયન સફારી પાર્ક બનાવવાનું નક્કી થયેલ છે. જે માટે ઝૂની પુર્વ દિશાએ સર્વે નં.144, 145, 150 તથા 638 મળી કુલ અંદાજે 33 હેકટર જમીન લાયન સફારી પાર્ક બનાવવા હેતુ જમીન સંપાદન કરવામાં આવી છે. સફારી પાર્ક બનાવવા માટે મુખ્ય કામગીરીમાં બ્રીક મેશનરી કમ્પાઉન્ડ દિવાલ, ચેઈનલિંક ફેન્સીંગ દિવાલ, પ્રાણીઓ માટે નાઈટ શેલ્ટર, ખાસ પ્રકારનો ટૂ વે ગેટ, ઇંટરનલ રોડ, ઇંસ્પેક્શન રોડ, વોચ ટાવર, એન્ટ્રસ પ્લાઝા તેમજ મુલાકાતીઓ માટે જુદી જુદી વિઝીટર એમીનીટીઝ રહેશે. કમ્પાઉન્ડ દીવાલ બ્રિક કમ્પાઉન્ડ દિવાલ જેની ઉંચાઈ-2.75 મીટર, લંબાઇ-3500 મીટર હશે. આર.સી.સી. કમ્પાઉન્ડ દિવાલ- 1000 મીટર હશે. ચેઈનલિંક ફેન્સ: ચેઈનલિંક ફેન્સીંગ ઉંચાઈ : 5.0 મીટર, લંબાઇ – 5500 મીટર, પ્રાણીઓ માટે નાઈટ શેલ્ટર: પ્રાણીઓ માટે ખોરાક તથા અન્ય સુવિધાઓ સાથેનું નાઈટ શેલ્ટર બનાવવામાં આવશે. ટૂ વે ગેટ: સફારી પાર્કમાં મુલાકાતીઓને ખાસ પ્રકારના ઇલેક્ટ્રીક સંચાલીત વાહનમાં બેસાડી પ્રવેશ આપવામાં આવશે. જે માટે સુરક્ષાને ધ્યાને રાખી ખાસ પ્રકારનો ટૂ વે એન્ટ્રી-એક્ઝીટ ગેટ બનાવવામાં આવશે. ઈન્સ્પેકસન રોડ: કમ્પાઉન્ડ દિવાલ અને ચઇનલીંક ફેન્સ દિવાલ વચ્ચે 05 મીટર પહોળાઇનો ઈન્સ્પેકસન રોડ બનાવવામાં આવેશે. ઈન્ટરનલ રોડ: પાર્કમાં ખુલ્લામાં વિહરતા પ્રાણીઓના લોકેશન માટે જુદા જુદા ઈન્ટર ક્નેક્ટેડ રોડ બનાવવામાં આવશે. વોચ ટાવર: પાર્કમાં એક અથવા બે જગ્યાએ સીક્યુરીટી સબબ વોચ ટાવર બનાવવામાં આવશે. વોટર પોઇન્ટ: પાર્કમાં ખુલ્લામાં વિહરતા પ્રાણીઓ માટે જુદી જુદી જગ્યાએ પીવાના પાણીના પોન્ડ બનાવવામાં આવશે. મુલાકાતીઓ માટે ઇલેક્ટ્રીક વાહન વ્યવસ્થા, પાર્કિંગ: મુલાકાતીઓના વાહન માટે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવશે. ટિકિટ બુકીંગ ઓફિસ: મુલાકાતીઓને પ્રવેશ ટિકિટ મેળવી શકે તે માટે ટીકિટ બુકીંગ ઓફીસ બનાવવામાં આવશે. રેસ્ટીંગ શેડ કોમ્પ્લેક્ષ, ટોઈલેટ બ્લોક, લોન અને ગાર્ડન વિથ ચિલ્ડ્રન પ્લે એરીયા, મુલાકાતીઓ માટે ફીલ્ટર પાણીની વ્યવસ્થા, મુલાકાતીઓ માટે ફૂડ કોર્ટ, મુલાકાતી સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવશે.
ઈસ્ટ ઝોનમાં એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવાની દરખાસ્તને મંજૂરી
