ખાસ-ખબર સંવાદદાતા
દિવ ની સાઉદવાડી અને ભૂચરવાડા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા હી સેવા સાથે કચરા મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકની નકામી બોટલમાં છોડ વાવીને વેસ્ટ માંથી બેસ્ટ બનાવવા હેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા દિવાલો પર સ્લોગન લખી ગ્રામ્ય વિસ્તારની પ્રજાને કચરા મુક્ત ભારત અભિયાનને અનુલક્ષીને સ્વચ્છતા અને સ્વસ્થતા સંબંધિત વિવિધ સંદેશ આપી પ્રજાને તેનું પાલન કરવા અનુરોધ કરાયો હતો આ સાથે વણાંકબારા ગ્રામ પંચાયત દ્વારા દિવાલો પર સ્લોગન લખી ગ્રામ્ય વિસ્તારની પ્રજાને કચરા મુક્ત ભારત અભિયાનને અનુલક્ષીને સ્વચ્છતા અને સ્વસ્થતા સંબંધિત વિવિધ સંદેશ આપવામાં આવી રહેલ છે. પ્રજાએ તેનું પાલન કરી આ અભિયાનને વેગ આપવામાં પોતાનું યોગદાન આપવા દિવ પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવે છે.
ભૂચરવાડા ગ્રામપંચાયત દ્વારા કચરા મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ
