બહારગામથી આવતી વિદ્યાર્થીનીને ભારે વરસાદ અને ટ્રાફીકજામનાં કારણે ખટખ કૉલેજનાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં મોડું થયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ વિવિધ ફેકલ્ટીમાં રેગ્યુલર અને એક્સટર્નલ પરીક્ષાઓ ચાલી રહી છે. કોરોનાકાળ બાદ સમગ્ર ગુજરાતમાં યુનિવર્સિટી રાબેતા મુજબ ઓફલાઈન શરૂ કરી દેવામાં આવી છે, અને તમામ ફેકલ્ટીમાં પરીક્ષા પણ ઓફલાઈન લેવાની ફરજીયાત બની છે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં એફવાય બીકોમની સેમ-2ની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે ગતરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પર વેધક સવાલો ઉઠે તેવી ઘટના પ્રકાશમાં આવી હતી. રાજકોટ નજીક એક ગામમાં રહેતી વિદ્યાર્થીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એફવાય બીકોમમાં એક્સટર્નલમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીનીને સેમ-2ની પરીક્ષા હોય તેણી પોતાના ગામથી રાજકોટ દરરોજ પરીક્ષા આપવા માટે અપડાઉન કરે છે. દરમિયાન વરસાદની સિઝન શરૂ હોય, છેલ્લા બે દિવસથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી હોય તેમજ ગતરોજ પણ રાજકોટ સહિત આસપાસના ગામમાં ધોધમાર વરસાદ પડવાથી, ઠેરઠેર પાણી ભરાઈ જવાથી અને ટ્રાફિકજામ હોવાથી વિદ્યાર્થીની એમવીએમ કોલેજના પરીક્ષા કેન્દ્ર પર આશરે 15 મિનિટ જેટલી મોડી પહોંચી હતી. કમનસીબે અહીં પ્રોફેસર અર્ચિત વોરા દ્વારા વિદ્યાર્થીનીને બેસવા દેવામાં આવી ન હતી, વિદ્યાર્થીની ત્યાં ચોધાર આંસુએ રડીને સત્તાધીશો સમક્ષ કરગરતી રહી કે મને થોડોસમય પરીક્ષામાં બેસવા દો, હું પાસ થઈ જઇશ, જો પરીક્ષા નહીં આપુ તો મારું ભવિષ્ય જોખમાશે છતાં ફરજ પર હાજર પ્રોફેસરના પેટનું પાણી હલ્યું ન હતું અને એમવીએમ કોલેજના પ્રોફેસર અર્ચિત વોરાએ વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દીધી નહતી.
- Advertisement -
જવાબદાર વિરુદ્ધ પગલાં ભરીશ : Chancellor
સૌરાષ્ટ્ર યુનિ.ની હાલમાં ચાલતી પરીક્ષાનું એક કેન્દ્ર શહેરના કાલાવાડ રોડ પર આવેલી એમવીએમ કોલેજમાં છે. અહીં રાજકોટ નજીકના ગામમાંથી એફ.વાય. બી.કોમ સેમ-2 એક્સટર્નલ પરીક્ષા આપવા આવતી વિદ્યાર્થીની ધોધમાર વરસાદ અને ભારે ટ્રાફિકજામને કારણે પરીક્ષા કેન્દ્રમાં 15 મિનિટ મોડી પહોંચતા પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત અર્ચિત વોરાએ વિદ્યાર્થીનીને પરીક્ષા આપવા દીધી નહતી. અને વિદ્યાર્થીની પરીક્ષા આપી શકી નહતી. આ સમગ્ર મામલે એક મીડિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને જાણ કરતા કુલપતિ ભીમાણીએ જવાબદાર પ્રોફેસર વિરુદ્ધ પગલાં ભરીશું એવું આશ્વાસન આપ્યું હતું.
અર્ચિત વોરાને કડક સજા થાય તેવી માંગ
રાજકોટની એમવીએમ કોલેજમાં પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થીની વરસાદ અને ટ્રાફિકને કારણે માત્ર 15 મિનિટ મોડી પહોંચતા તેને પરીક્ષાકેન્દ્રમાં પ્રવેશ આપવા દેવામાં આવ્યો નહતો. ત્યાં હાજર પ્રોફેસર અર્ચિત વોરાએ વિદ્યાર્થીનીને પરીક્ષાકેન્દ્રમાં બેસવા ન દેતા વિદ્યાર્થીની પરીક્ષા આપી શકી નહતી પરિણામે વિદ્યાર્થીનીનું વર્ષ બગડ્યું હતું. વિદ્યાર્થીનીને પરીક્ષાકેન્દ્રમાં પ્રવેશ ન આપનાર પ્રોફેસર અર્ચિત વોરા વિરુદ્ધ કડક પગલા ભરવા જોઈએ એવી વિદ્યાર્થીનીના પરિવારજનોની માંગ છે.
- Advertisement -
ABVP અને NSUI જેવા સંગઠનો અવાજ ઉઠાવે તે જરૂરી
સૌરાષ્ટ્ર યુનિ.માં અઇટઙ અને ગજઞઈં જેવા વિદ્યાર્થી સંગઠનો સક્રિય છે પણ આ સંગઠનો વિદ્યાર્થી હિતના પ્રશ્નોમાં ઓછા અને રાજકીય વિવાદોમાં વધુ ભાગ લેતા જોવા મળે છે. હાલ સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન ખટખ કોલેજના પરીક્ષા કેન્દ્ર પર એક વિદ્યાર્થીનીને ચોક્કસ કારણોસર થોડી મિનિટો મોડી પહોંચતા પરીક્ષા આપવા દેવાઈ નહતી. આ વિદ્યાર્થીનીને થયેલાં અન્યાય વિરુદ્ધ અઇટઙ અને ગજઞઈં જેવા વિદ્યાર્થી સંગઠનો અવાજ ઉઠાવે તે જરૂરી છે. જો કોઈ વિદ્યાર્થી સંગઠન આ વિદ્યાર્થીનીના હિત માટે અવાજ ઉઠાવશે તો તેમનું કાર્ય ખરા અર્થમાં સાર્થક થશે.