સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતા જ ભારે હંગામો
ખાસ-ખબર સંવાદદાતા
સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસની શરૂઆત હંગામા સાથે થઈ છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષી દળો સરકારને ખેડૂત આંદોલન, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દે ઘેરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જોકે વિપક્ષના હુમલાને નિષ્ફળ બનાવવા માટે સરકારે પણ મોટું પ્લાનિંગ કર્યું છે. જોકે સત્રના એક દિવસ પહેલા ઙયલફતીત હેકિંગ વિવાદના લીધે ચોમાસુ સત્ર ધમાલિયું રહેશે તે નક્કી થઈ ગયું હતું.