બોલિવૂડમાંથી ગ્લોબલ સ્ટાર બની ગયેલી પ્રિયંકા ચોપરા હાલ મુંબઈમાં છે અને ગઇકાલે તે દીકરી સાથે પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી.
પ્રિયંકા ચોપરા આ દિવસોમાં મુંબઈમાં છે. હાલ જ તે અંબાણીના સ્થાન પર આયોજિત કાર્યક્રમમાં સામેલ થઈ હતી અને એ બાદ તે તેની આવનારી વેબ સિરીઝ ‘સિટાડેલ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પરિણીતી ચોપરાની સગાઈ સમારોહ સુધી રહેશે.
- Advertisement -
નોંધનીય છે કે ગુરુવારે તેને હોલીવુડના તેના બીજા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. બોલિવૂડમાંથી ગ્લોબલ સ્ટાર બની ગયેલી પ્રિયંકા હાલ મુંબઈમાં છે અને ગઇકાલે તે પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. પ્રિયંકાની સાથે તેની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ પણ જોવા મળી હતી.
View this post on Instagram- Advertisement -
યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કર્યું
પ્રિયંકા મંદિરમાં હતી ત્યારે તેની સાથે આવેલા લોકો મોબાઈલથી વીડિયો બનાવી રહ્યા હતા, જેના કારણે તે ટ્રોલ થઈ હતી. એક યુઝરે કહ્યું, તેઓ ફોટા પાડી રહ્યા છે અને વિડિયોગ્રાફી કરી રહ્યા છે જ્યારે આ બધુ પ્રતિબંધિત છે. જો કોઈ સેલિબ્રિટી છે તો તેના માટે કોઈ નિયમ નથી. આ સિવાય બીજા યુઝરે લખ્યું કે અમારા માટે ફોટોગ્રાફ્સ લેવાની મનાઈ છે. આ ભેદભાવ શા માટે પ્રભુ?