ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હી હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ફેસલો આપતા જણાવ્યું હતું કે ખાનગી સ્કુલોમાં કાર્યરત શિક્ષકોને સરકારી સ્કુલોમાં કાર્યરત તેમના સમકક્ષોથી કોઈપણ હાલમાં ઓછું વેતન ન મળવું જોઈએ. હાઈકોર્ટે હાલની કાનૂની જોગવાઈ જ વિસ્તારથી વ્યાખ્યાઈન કરતા ફેસલો આપ્યો હતો કે દેશની મોટાભાગની ખાસ કરીને નાના શહેરની પ્રાથમીક સ્કુલોના શિક્ષકોને માત્ર ઓછા વેતન કે ભથ્થા પર કામ નથી કરાવાતું. બલકે વંચિત પણ રાખવામાં આવે છે. બાળકોને શિક્ષિત કરતા શિક્ષકો સાથે આવું એટલા માટે થઈ રહ્યું છે. કારણ કે તેમને તેમના અધિકારોના બારામાં ઉચિત માહિતી નથી. એટલે અમે આ બતાવીએ છીએ કે ખાનગી સ્કુલોમાં કાર્યરત શિક્ષકોનાં શું શું અધિકાર છે.
ખાનગી સ્કુલોમાં કાર્યરત શિક્ષકોને પીએફનો પણ હક
ખાનગી સ્કુલોમાં કાર્યરત શિક્ષક પણ ભવિષ્યનિધિ પીએફના અધિકારી છે. આ સ્થિતિમાં જો ખાનગી સ્કુલ પીએફ ન આપે તો તેના માટે શિક્ષક ઉચિત કાર્યવાહી કરી શકે છે.ગ્રેચ્યુઈટી ખાનગી સ્કુલમાં કાર્યરત શિક્ષક પીએફની જેમ ગ્રેચ્યુઈટીના પણ હકદાર છે.



