બ્રિટન અને ચીનના સંબંધો બગડી શકે તેમ છે
ખાસ-ખબર સંવાદદાતા
બ્રિટનનાં હાઉસ ઓફ કોમન્સની વિદેશી બાબતો અંગેની સમિતિએ બુધવારે પ્રકાશિત કરેલા એક રીપોર્ટમાં તાઈવાનને સ્વતંત્ર દેશ તરીકે દર્શાવવામાં આવ્યો છે. તેથી બ્રિટન અને ચીનના સંબંધો બગડી શકે તેમ છે. બ્રિટનના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવર્લીની આ સપ્તાહે, યોજાનારી ચીનની મુલાકાત પૂર્વે બંને દેશોમાં તંગદિલી પેદા થઇ શકે છે.
વાસ્તવમાં બ્રિટિશ સંસદે સત્તાવાર રીતે પોતાના અધિકૃત દસ્તાવેજમાં તાઈવાનને સ્વતંત્ર દેશ તરીકે જણાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીન તાઈવાનને સ્વતંત્ર દેશ તરીકે સ્વીકારતું જ નથી. તે સતત કહે છે કે તાઈવાન ચીનનો જ એક પ્રાંત છે. દુનિયાના માત્ર 13 દેશો જ, બૈજિંગને બદલે તાઈવાનને સ્વતંત્ર દેશ તરીકે સ્વીકારે છે. ત્યારે બ્રિટનનાં હાઉસ ઓફ કોમન્સની વગદાર સમિતિ કમીટી ફોર ફોરેન અફેર્સ દ્વારા બુધવારે પ્રકાશિત કરાયેલા એક રીપોર્ટમાં તાઈવાનને એક સ્વતંત્ર દેશ તરીકે જણાવાવમાં આવ્યો છે. આ નિર્ણયથી ચીન અને બ્રિટનના સંબંધો બગડવાની સંભાવના છે.
બ્રિટનની કોન્ઝર્વેટીવ પાર્ટીની કમીટીમાં અધ્યક્ષા એલિઝિયા ક્ધિર્સનાં જણાવ્યા પ્રમાણે આવું પહેલી જ વાર બન્યું છે કે, બ્રિટિશ પાર્લામેન્ટે તેના રીપોર્ટમાં આ પ્રકારની ઘોષણા કરી હોય. ક્ધિર્સે પોલિટિકોને જણાવ્યું હતું કે, ’અમે ચીનની સ્થિતિનો તો સ્વીકાર કરીએ જ છીએ પરંતુ વિદેશી બાબતોની કમીટી તરીકે, અમે તેનો સ્વીકાર નથી કરી શક્તા. તે જરૂૂરી છે કે, વિદેશ મંત્રી દ્રઢતાપૂર્વક અને સ્પષ્ટ રીતે તાઈવાનની સાથે ઉભા રહે, અને સ્પષ્ટ કરે કે અમે તાઈવાનના અધિકારોને પુષ્ટિ આપીશું જ. ક્ધિર્સે આગળ કહ્યું હતું કે આ પ્રતિબધ્ધતા માત્ર બ્રિટિશ મૂલ્યોને જ અનુરૂૂપ છે તેવું નથી, પરંતુ તે દુનિયાભરનાં નિરંકુશ શાસનો માટે એક મેસેજ સમાન છે કે (કોઇનું) સાર્વભૌમત્વ, હિંસા કે જબરજસ્તી દ્વારા આંચકી ન લઇ શકાય. આ કમીટીના રીપોર્ટમાં તાઈવાનનું સમર્થન કરવામાં પર્યાપ્ત સાહસ ન દર્શાવવા માટે સરકારની ટીકા કરી છે. સાથે દુનિયામાં 90 ટકા સેમી ક્ધડક્ટર સપ્લાય કરનાર દ્વીપ ઉપર બૈજિંગની સૈન્ય કાર્યવાહી તથા આર્થિક નાકાબંધી રોકવા માટે સહયોગીઓની સાથે પ્રતિબંધોની તૈયારીઓ શરૂ કરવા માટે આહ્વાન આપવામાં આવ્યું છે.