– 14 કરોડથી વધુના આધુનિક મશીનોથી સજ્જ છે હોસ્પિટલ
– માત્ર 150 રૂપિયામાં જનરલ વોર્ડમાં મેળવી શકાશે સારવાર
– માત્ર 40થી 60 હજારમાં જ એન્જિયોપ્લાસ્ટી થશે
– 200 બેડની હોસ્પિટલ આધુનિક સુવિધાથી સજ્જ
- Advertisement -
PM મોદીએ આટકોટમાં પટેલ સમાજ દ્વારા સંચાલિત નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું જે બાદ તેમણે હોસ્પિટલમાં આવેલ ઈમ્પોર્ટેડ મશીનરી અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. નોંધનીય છે કે સમગ્ર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી અહીં પાટીદારોની એક જનસભાને પણ સંબોધિત કરશે.
Gujarat | Prime Minister Narendra Modi inaugurates the newly built Matushri KDP Multispeciality Hospital in Atkot, Rajkot. pic.twitter.com/M92aXgpDWF
— ANI (@ANI) May 28, 2022
- Advertisement -
આટકોટની હોસ્પિટલની ખાસિયત શું છે?
આટકોટમાં 200 બેડની પટેલ સમાજ સંચાલિત કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાપર્ણ વડાપ્રધાન નરેન્દ્રમોદી હસ્તે કરાયું છે. 40 કરોડના ખર્ચે બનેલી 200 બેડની ચેરિટી હોસ્પિટલમાં ફાઇવસ્ટાર હોસ્પિટલ જેવી સુવિધાઓ દર્દીઓને રાહત દરે આપવામાં આવશે.
હોસ્પિટલમાં 14 કરોડની ઇમ્પોર્ટેડ મશીનરી દ્વારા કેન્સર સહિતના વિવિધ રોગોની તદ્દન નજીવા દરે સારવાર આપવામાં આવશે. અન્ય હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી માટે દોઢ લાખ જેટલો ખર્ચ થાય છે. અહીં માત્ર 40થી 60 હજારમાં જ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે.
જ્યારે ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી રોજ માત્ર 250 રૂપિયા લેવાશે. તેમજ જનરલ વોર્ડના દર્દી પાસેથી રોજનું માત્ર રૂપિયા 150 ભાડું જ વસૂલાશે. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલનું ભૂમિપૂજન પાંચ વર્ષ પહેલાં 2017માં મોરારિબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલના નિર્માણ માટે લંડન, હોંગકોંગ અને અમેરિકામાંથી પણ દાનનો ધોધ વહ્યો છે.