પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે હિમાચલ પ્રદેશના પૂર, ભૂસ્ખલન અને ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું.
પંજાબ અને હિમાચલમાં વરસાદ, પૂર, વાદળ ફાટવા સહિતની ઘટનાઓએ ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને પંજાબમાં તાજેતરમાં અનેક ગામડાઓ પાણી ડુબી ગયા હતા. આ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબને 1600 કરોડ જ્યારે હિમાચલ પ્રદેશને 1500 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. વડાપ્રધાને આ બન્ને રાજ્યોના સૌથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબ અને હિમાચલ પ્રદેશની સ્થિતિના જાણકારી મેળવી હતી જે બાદ આ સહાયની જાહેરાત કરી હતી. નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી આ દરમિયાન એરીયલ સરવે કર્યો હતો. કાંગરામાં તેમણે અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી અને સમગ્ર સ્થિતિનો રિપોર્ટ લીધો હતો. આ દરમિયાન કેવી રાહત કામગીરી ચાલી રહી છે તેની પણ જાણકારી લીધી હતી. જે પણ લોકો વાદળ ફાટવા કે ભુસ્ખલનને કારણે માર્યા ગયા હોય તેમના પરિવારને બે લાખની જ્યારે ઘાયલ થયેલાને 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સુખુ સાથે બેઠક યોજી હતી જે બાદ રાજ્યને 1500 કરોડની સહાયની જાહેરાત કરી હતી.




