ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ દિગ્ગજોની ગુજરાતમાં અવરજવર વધી ગઇ છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે. અહીં તેઓ ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢમાં 15,670 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.
વડાપ્રધાન મોદી ગાંધીનગર પહોંચી ગયા છે જ્યાં તેઓ ડિફેન્સ એક્સ્પોનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચતાની સાથે તેઓનું રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદના મેયરે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેઓ ગુજરાતને રૂ. 15,670 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે…ત્યારે વડાપ્રધાન મોદી ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢમાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ડિફેન્સ એક્સપો-22નું ઉદ્ઘાટન કરશે અને ત્રિમંદિરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો શુભારંભ કરાવશે. ત્યાર બાદ રાજકોટમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટથી રાજકોટના અનેક નાગરિકોનું ઘરનું સપનું સાકાર થશે. આ ઉપરાંત રાજકોટમાં વડાપ્રધાન મોદી 2 રોડ શો કરશે. રાજકોટમાં શાસ્ત્રી મેદાન અને રેસકોર્સ મેદાન ખાતે 2 અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. તો જૂનાગઢમાં પણ વિવિધ વિકાસકામોનો શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે
-આજે વડાપ્રધાન મોદી ડિફેન્સ એક્સપોની કરાવશે શરૂઆત
-સ્કૂલ ઓફ એક્સેલન્સના કાર્યક્રમમાં આપશે હાજરી
-અડાલજમાં ત્રિમંદિર ખાતે યોજાશે સ્કૂલ ઓફ એક્સેલન્સનો કાર્યક્રમ
-બપોર બાદ વડાપ્રધાન મોદી રાજકોટ જવા થશે રવાના
-રાજકોટ એરપોર્ટથી વડાપ્રધાન મોદી જશે જૂનાગઢ
-જુનાગઢમાં જાહેર સભાને સંબોધન કરશે વડાપ્રધાન મોદી
-જુનાગઢ બાદ વડાપ્રધાન મોદી રાજકોટ પરત જશે
-રાજકોટમાં વડાપ્રધાન મોદી 2 રોડ શો કરશે
-રાજકોટમાં 2 અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે
-શાસ્ત્રી મેદાન, રેસકોર્સ મેદાન ખાતે 2 અલગ અલગ કાર્યક્રમ
- Advertisement -
શું છે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ?
-120થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી સ્કૂલો સ્માર્ટ બનશે
-બાળકોને એન્ટ્રન્સ એક્ઝામ લઇને પ્રવેશ અપાશે
-બાળકોનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉપાડશે
-દર વર્ષે એક લાખ વિદ્યાર્થીને આવરી લેવાશે
-સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગની સુવિધા
-સરકારી સ્કૂલોમાં નવા 50 હજાર વર્ગખંડોનું નિર્માણ
-આંગણવાડી અને બાલવાટિકાઓને આ સ્કૂલોથી જોડાશે
-સરકારી સ્કૂલોમાં 1.5 લાખથી વધુ સ્માર્ટ ક્લાસરૂમ
-20 હજાર કોમ્પ્યુટર લેબ અને 5 હજાર સ્ટેમ લેબથી સજ્જ
-સરકારના મિશનમાં વર્લ્ડ બેન્ક સહાય કરશે
-વર્લ્ડ બેન્કે આ પ્રોજેક્ટમાં 7500 કરોડનું ફંડ આપ્યું છે
-20 હજાર શાળાઓને સર્વગ્રાહી વિકાસિત કરાશે
-15 હજાર સરકારી અને 5 હજાર ગ્રાન્ટ-ઇન-એઇડ સ્કૂલનો વિકાસ કરાશે
જૂનાગઢમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમ
જૂનાગઢમાં રૂપિયા 4155.17 કરોડના વિકાસકાર્યો લોકાર્પણ
-નર્મદા જળ સંપતિ,પાણી પુરવઠા વિભાગ સંબંધિત વિકાસકાર્યોના ખાતમુહૂર્ત
-કલ્પસર,શહેરીવિકાસ અને મત્સોદ્યોગ વિભાગ સંબંધિત વિકાસકાર્યોના ખાતમુહૂર્ત
-ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસકાર્યોના ખાતમુહૂર્ત
-વંથલી-મેંદરડા ભાગ-2 પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત
-નાબાર્ડની RIDF યોજના માટે ગોડાઉનની યોજનાનું ખાતમુહૂર્ત
-પોરબંદરમાં 546 કરોડના ખર્ચે GMERSનું ખાતમુહૂર્ત
-પોરબંદરમાં 600 બેડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત
-ગીર-સોમનાથ અને દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના લોકોને ઉપયોગી
-માધવપુર ખાતે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી યાત્રાધામના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
-કુતિયાણા જુથ ભાગ-2 પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત
-ગીરસોમનાથ જિલ્લામાં 834.12 કરોડની મત્સ્ય બંદર વિકાસ યોજનાનું ખાતમુહૂર્ત
-ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના માટે ₹2440 કરોડનો ખર્ચ
જૂનાગઢમાં વડાપ્રધાન મોદીના પ્રવાસને લઇ સુરક્ષા કેવી?
7 SP
18 DySP
127 PSI
-1456 પોલીસ જવાનો
-IB, LIB ઉપરાંત તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ
-રાજકોટમાં લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમો
રાજકોટમાં 3 બ્રિજનુ લોકાર્પણ કરશે વડાપ્રધાન મોદી
-હોસ્પિટલ ચોક પરના ઓવરબ્રિજનુ લોકાર્પણ
-રામાપીર ચોક પરના ઓવરબ્રિજ લોકાર્પણ
-નાનામવા ચોક પરના ઓવરબ્રિજ લોકાર્પણ
-ઓવરબ્રિજને કારણે અંદાજે 3 લાખ વાહનચાલકોને ટ્રાફિકથી મળશે રાહત
-સાયન્સ મ્યૂઝિયમનું લોકાર્પણ
-જેતપુર-રાજકોટ 6 લેન રોડ પહોળો કરવાના કામનું લોકાર્પણ
-ગઢકામાં અમુલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત
-નવા સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું ખાતમુહૂર્ત
-નિર્મલા રોડ પરના ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત
-રેલવેમાં પેસેન્જર સુવિધા વધારવાના કામોનું ખાતમુહૂર્ત
-વાંકાનેર-નવલખી રેલવે લાઇન પર ઓવરબ્રિજની જાહેરાત
-મોરબીમાં નવી મેડિકલ કોલેજ માટે ખાતમુહૂર્ત
-વિમાસણ અને ભરૂડીમાં 66 કેવી સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત
-ગોંડલમાં ટેકનોલોજી હબ સેન્ટરનું ભૂમિપૂજન
-રાજકોટ અને જામનગર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટની જાહેરાત
-લાઇટહાઉસ પ્રોજેક્ટ કેમ છે ખાસ?
રૈયા વિસ્તારમાં લાઈટહાઉસ પ્રોજેક્ટનું લોકાર્પણ
-ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ માટેનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ
-સમગ્ર દેશમાંથી પ્રોજેક્ટ માટે પસંદગી પામેલા 6 શહેરોમાં એક રાજકોટ
-રૂપિયા 118 કરોડના ખર્ચે તૈયાર કરાયા 1100થી પણ વધુ આવાસ
-અદ્યતન ટેક્નોલોજીની મદદથી સસ્તા અને મજબૂત આવાસનું નિર્માણ
-2 રૂમ, લિવિંગ રૂમ, વોશિંગ એરિયા, LED લાઈટ અને પંખા જેવી સુવિધા
-ગાર્ડન, પાર્કિંગ, કોમર્શિયલ કોમપ્લેક્ષ, આંગણવાડી અને કોમ્યનિટી હોલ
-કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી વિશેષ સુવિધા
-લોકોને સપનાનું ઘર અપાવવા કેન્દ્રીય શહેરી મંત્રાલયનો પ્રયાસ
સાયન્સ સેન્ટરની શું છે ખાસિયત?
-10 એકરમાં ફેલાયેલું છે સાયન્સ સેન્ટર
-વિદ્યાર્થીઓ માટે સાયન્સ સેન્ટર અનોખું અને અદભુત
-દુનિયામાં જીવોની ઉત્પત્તિથી લઈને વિકાસનો ક્રમ
-માનવીય સભ્યતા અને વર્તમાન વિકાસ
-પૃથ્વીનો ઘટના ક્રમ સહિતના પરિમાણો સાયન્સ સેન્ટરમાં