વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી રશિયા-ભારત વાર્ષિક સમિટ માટે મોસ્કોમાં પહોચ્યા છે. અહીં એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી રશિયા-ભારત વાર્ષિક સમિટ માટે મોસ્કોમાં પહોચ્યા છે. અહીં એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રશિયાના ફર્સ્ટ ડેપ્યુટી પીએમ ડેનિસ માન્તુરોવે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. હવે વડાપ્રધાને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની રાજધાની મોસ્કોમાં પહોચ્યા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર વડાપ્રધાન બે દિવસની મુલાકાતે રશિયા પહોંચ્યા છે. અહીં પીએમ રશિયાના રાષ્ટ્રપતિ સાથે 22મી રશિયા-ભારત વાર્ષિક સમિટમાં ભાગ લેશે. આ સમિટ મંગળવારે યોજાશે. રાષ્ટ્રપતિ પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડિનર માટે આયોજિત કરશે. તે એક ખાનગી રાત્રિભોજન હશે, જે પુટિને મોસ્કોની બહારના ભાગમાં હોલીડે હોમ તરીકે ઓળખાતા તેમના ડાચા ખાતે ગોઠવ્યું છે.
- Advertisement -
PM મોદીની રશિયાની મુલાકાતનો પહેલો દિવસની વાત કરીએતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન બંને નેતાઓએ ઘણા મુદ્દાઓ પર વાત કરી. પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિને જણાવ્યુ કે આ ચૂંટણીમાં 65 કરોડ લોકોએ મતદાન કર્યું છે અને ભારત એક મધર ઓફ ડેમોક્રેસી છે. વડાપ્રધાને કહ્યું કે પંડિત નેહરુ પછી 60 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ નેતા ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા છે. મેં ત્રીજી ટર્મમાં ત્રણ ગણી વધુ મહેનત કરવાનો નિર્ણય લીધો છે. રશિયાના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને કહ્યું કે, તમારું જીવન લોકોને સમર્પિત છે.
બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક વાતચીતની પણ અપેક્ષા છે. મોસ્કો એરપોર્ટ પર રશિયાના પ્રથમ નાયબ વડા પ્રધાન ડેનિસ માન્તુરોવે પીએમનું સ્વાગત કર્યું હતું.
- Advertisement -
મીડીયા સાથે કરી વાત
વડાપ્રધાન મોદી રશિયા પહોંચ્યા અને મીડિયા સાથે વાત કરી. અહીં TASS ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું, “મારા મિત્ર વ્લાદિમીર પુતિનને મળવા માટે ઉત્સુક છું.”
PM નરેન્દ્ર મોદી જ્યારે મોસ્કો પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાયે તેમનું ભવ્ય સ્વાગત કર્યું. બાળકોએ તિરંગા સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. તેમણે ઘણા લોકો સાથે હાથ પણ મિલાવ્યો અને PM એ તેમનું સ્વાગત કરવા હાજર લોકોને સંબોધિત પણ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સમય અનુસાર સાંજે 5 વાગ્યે મોસ્કો પહોંચી ગયા છે.
આ અગાઉ રશિયા પહોંચ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ અપડેટ આપ્યું છે કે તેઓ મોસ્કો પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદી મોસ્કોમાં છે. એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યા બાદ તેઓ હોટલ પહોંચ્યા હતા. અહીં રશિયન કલાકારે વડાપ્રધાનને આવકારવા ડાન્સ કર્યો હતો. આ દરમિયાન રશિયાના ડેપ્યુટી પીએમ પણ હાજર હતા. રશિયાના મોસ્કોમાં પીએમ મોદીના સ્વાગત માટે રશિયન કલાકારોએ હિન્દી ગીતો પર ડાન્સ કર્યો હતો. વડાપ્રધાન બે દિવસની મુલાકાતે મોસ્કો પહોંચ્યા છે.
મોસ્કોની એક હોટલની બહાર એક કટઆઉટ લગાવવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે હાથ મિલાવતા દેખાઈ રહ્યા છે. આગમન પર પીએમ મોદીનું રશિયાના પ્રથમ નાયબ વડા પ્રધાન ડેનિસ માન્તુરોવે સ્વાગત કર્યું હતું. તેઓ નાયબ વડા પ્રધાનથી વરિષ્ઠ છે જેમણે તેમની રશિયાની મુલાકાત દરમિયાન ચીનના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.