પીએમ નરેન્દ્ર મોદી રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં સ્થિત માનગઢ પહોંચ્યા છે. મોદી માનગઢ ધામ પહોંચ્યા અને સ્વાતંત્ર્ય સેનાની શ્રી ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ આપી. મોદી ‘માનગઢ ધામની ગૌરવ ગાથા’માં જોડાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ તેમની મુલાકાત દરમિયાન માનગઢને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરી શકે છે.
ભૂપેન્દ્ર પટેલે મોદીનો આભાર વ્યક્ત કર્યો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ભાષણની શરૂઆત મોરબી બ્રિજ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો, જેઓ મદદ અને સહકાર માટે તૈયાર હતા અને બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરી. વડા પ્રધાને અમૃતકાળ દરમિયાન અમને પાંચ મંત્ર આપ્યા છે. હું એ તમામ આદિવાસી ભાઈ-બહેનોને યાદ કરવા માંગુ છું જેમણે દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
- Advertisement -
I express my condolences to the bereaved families of the victims of the #Morbi incident. May the affected families find the strength to go through the pain: Gujarat CM Bhupendra Patel at 'Mangarh Dham Ki Gaurav Katha' program in Banswara, Rajasthan pic.twitter.com/tiqPj1KjPj
— ANI (@ANI) November 1, 2022
- Advertisement -
સીએમ અશોક ગેહલોત બોલ્યા
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે વડાપ્રધાન માનગઢ ધામ પહોંચ્યા, હું રાજ્યના લોકો વતી તેમનું સ્વાગત કરું છું. મેવાડની ધરતીનો પોતાનો ઇતિહાસ છે. માનગઢ ધામનો ઈતિહાસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આદિવાસીઓનો ઇતિહાસ મહાન ઇતિહાસ છે. તમે જેટલી વધુ શોધશો, તેટલી વધુ નવી વાર્તાઓ તમને મળશે. દરેક જગ્યાએ આદિવાસીઓનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં મોટું યોગદાન હતું. મહારાણા પ્રતાપની બહાદુરી એ મેવાડની ઓળખ છે.
ત્રણ રાજ્યોના સીએમ હાજર
આ પ્રસંગે ત્રણ રાજ્યોના સીએમ પણ હાજર છે. આ કાર્યક્રમમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ હાજર છે. તમને જણાવી દઈએ કે માનગઢ ધામ રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર એક પહાડી પર આવેલું છે. મધ્યપ્રદેશની સરહદો પણ ધામથી જોડાયેલી છે.
The struggle & sacrifice of tribal community didn't get their rightful place in history written after independence. Today, the country is rectifying that decades-old mistake. India's past, present & future is not complete without the tribal community: PM in Banswara, Rajasthan pic.twitter.com/wp3ieOJxrQ
— ANI (@ANI) November 1, 2022
99 આદિવાસી બેઠકોને સંબોધન કરશે વડાપ્રધાન મોદી
પીએમ મોદીની માનગઢ ધામથી એક સાથે ત્રણ રાજ્યો રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના મતદારોને સંબોધિત કરશે. માનગઢ ધામ એ વિસ્તાર છે જેની આસપાસ ગુજરાત અને મધ્યપ્રદેશની 99 વિધાનસભા બેઠકો પર આદિવાસી સમુદાયનો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે.પ્રધાનમંત્રી મોદી આજે ત્રણેય રાજ્યોની 99 આદિવાસી બેઠકોને સંબોધન કરશે. રાજસ્થાનમાં 25, ગુજરાતમાં 27 અને મધ્ય પ્રદેશમાં 47 વિધાનસભા બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. ત્રણ રાજ્યોની લગભગ 40 લોકસભા બેઠકો પર આદિવાસી સમુદાયનો પ્રભાવ પણ માનવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 80થી 82 લાખ આદિવાસી મતદારો છે. જણાવી દઈએ કે 182 બેઠકમાંથી 27 બેઠક આદિવાસી ઉમેદવારો માટે અનામત છે અને આ બેઠકોમાં કોંગ્રેસની જીત થાય છે.
પીએમ મોદીનું સંબોધન પણ થશે
આ પ્રસંગે પીએમ મોદીનું સંબોધન પણ થશે. મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. આ માટે એક મોટું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. મોદીને સાંભળવા માટે અહીં લાખો આદિવાસીઓ એકઠા થઈ શકે છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ, સહ સંગઠન સચિવ વી. સતીષે તૈયારીઓની સમીક્ષા કરી હતી.
માનગઢ ધામનો પોતાનો ઇતિહાસ છે
માનગઢ ધામનો પણ આઝાદી પહેલાનો જૂનો ઈતિહાસ છે. 109 વર્ષ પહેલા અહીં લગભગ 1500 લોકોની હત્યા કરવામાં આવી હતી અને આ હત્યાકાંડ જલિયાવાલા બાગ કરતા પણ મોટો હોવાનું કહેવાય છે. જો કે ઘણા ઓછા લોકો આ વિશે જાણતા હતા. 19મી સદીમાં અંગ્રેજી સેનાએ માનગઢ ટેકરી ખાતે આદિવાસી નેતા અને સામાજિક કાર્યકર ગોવિંદ ગુરુના 1,500 સમર્થકોની હત્યા કરી હતી. ગોવિંદ ગુરુની પ્રેરણાથી આદિવાસી સમાજના લોકોએ અંગ્રેજોની =નીતિઓ સામે ‘ભગત આંદોલન’ શરૂ કર્યું અને ગુરુ લોકોને ડ્રગ્સથી દૂર રહેવા અને શાકાહાર અપનાવવા માટે ઉપદેશ આપતા હતા. એ સમયે તમાનગઢ ટેકરી પર ગુરુ ગોવિંદની સભામાં હજારો આદિવાસીઓ એકઠા થયા હતા.17 નવેમ્બર 1913ના રોજ અંગ્રેજોએ નિઃશસ્ત્ર આદિવાસીઓ પર અચાનક ગોળીબાર કર્યો હતો અને આ હત્યાકાંડમાં લગભગ 1500 આદિવાસીઓ માર્યા ગયા હતા.