પ્રધાનમંત્રી મોદી કહ્યું, હું રાષ્ટ્રપતિ બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરીશ અને ન્યૂયોર્કમાં સમિટમાં પણ ભાગ લઈશ, શું પ્રધાનમંત્રી મોદી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને મળશે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે શનિવારે વહેલી સવારે અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે રવાના થયા હતા. પ્રધાનમંત્રી મોદીના વિદેશ પ્રવાસની વાત કરીએ તો મોદી QUAD લીડર્સ સમિટમાં ભાગ લેશે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના એક કાર્યક્રમને પણ સંબોધિત કરશે. દર વખતે અમેરિકાની મુલાકાત દરમિયાન તેઓ એનઆરઆઈ સાથે તેમના મનની વાત કરશે.
- Advertisement -
શું કહ્યુ પ્રધાનમંત્રી મોદીએ ?
પોતાની મુલાકાત વિશે માહિતી આપતા પ્રધાનમંત્રી મોદીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, હું રાષ્ટ્રપતિ બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરીશ અને ન્યૂયોર્કમાં સમિટમાં પણ ભાગ લઈશ. હું શહેરમાં એક સામુદાયિક કાર્યક્રમને પણ સંબોધિત કરીશ. હું યુએસએની મુલાકાતે જઈશ જ્યાં હું વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈશ. હું રાષ્ટ્રપતિ બિડેન દ્વારા તેમના વતન વિલ્મિંગ્ટન ખાતે આયોજિત ક્વાડ સમિટમાં હાજરી આપીશ. હું સમિટમાં ચર્ચા વિચારણાની રાહ જોઈ રહ્યો છું. હું રાષ્ટ્રપતિ બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરીશ.…
પ્રધાનમંત્રી મોદીની US મુલાકાતનું શેડ્યૂલ
- Advertisement -
પ્રધાનમંત્રી મોદીની વિદેશ પ્રવાસના મુખ્ય એજન્ડા વિશે વાત કરતા મોદી ક્વાડ સમિટ અને ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે. વડા પ્રધાન ડેલાવેરમાં છઠ્ઠા ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેશે જેનું આયોજન US પ્રમુખ જો બિડેન તેમના વતનમાં 21 સપ્ટેમ્બરે કરી રહ્યા છે. ભારત 2025માં ક્વોડ લીડર્સ સમિટનું આયોજન કરશે. ક્વાડમાં ચાર દેશોનો સમાવેશ થાય છેઃ ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા.
આ સાથે તેઓ AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર અને બાયોટેકનોલોજીના અત્યાધુનિક ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વધુ સહયોગને પ્રોત્સાહન આપવા માટે મોટી યુએસ-સ્થિત કંપનીઓના CEO સાથે વાર્તાલાપ કરશે. તેઓ ભારત-યુએસ દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે સક્રિય ચિંતકો અને અન્ય હિતધારકો સાથે વાતચીત કરશે. આ સાથે 23 સપ્ટેમ્બરે PM મોદી ન્યુયોર્કમાં યુએનજીએ ખાતે ‘ફ્યુચર સમિટ’ને સંબોધિત કરશે.
શું પ્રધાનમંત્રી મોદી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને મળશે?
અમેરિકામાં ચૂંટણીની કવાયત વચ્ચે હવે એક ચર્ચા એવી પણ છે કે, શું પ્રધાનમંત્રી મોદી અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે ? પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાતના સમાચાર પર વિદેશ મંત્રાલયે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, અમે દરેક એંગલથી જોઈ રહ્યા છીએ, અમારી પાસે કેટલો સમય છે અને અમે કોની સાથે મળી શકીએ? અમે તમને મીટિંગ્સ વિશે અપડેટ રાખીશું. મોદી ટ્રમ્પની મુલાકાતનો પ્રશ્ન અચાનક જાહેરમાં આવ્યો અને વાયરલ થયો જ્યારે તાજેતરમાં ટ્રમ્પે તેમની ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, તેઓ એક મહાન નેતા પ્રધાનમંત્રી મોદીને મળવા માંગે છે.