PM મોદીએ ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશની પ્રથમ વોટર મેટ્રો સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ તિરુવનંતપુરમમાં ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કર્યો અને વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. તેઓ સવારે 11 વાગ્યે તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેશન પહોંચ્યા અને તિરુવનંતપુરમ-કસારાગોડ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રવાના કરાવી હતી.
- Advertisement -
બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના કોચીમાં દેશની પ્રથમ વોટર મેટ્રો સેવાનું ઉદઘાટન કર્યું. પોર્ટ સિટી કોચીમાં ડિઝાઇન કરાયેલી આ વોટર મેટ્રો સેવા કોચી શહેરને નજીકના 10 ટાપુ સાથે જોડશે. પ્રોજેક્ટમાં 78 ઇલેક્ટ્રિક બોટ અને 38 ટર્મિનલ્સ છે.
કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું હતું, ‘વિશ્વકક્ષાની કોચી વોટર મેટ્રો એની યાત્રા માટે તૈયાર છે. એ કોચી અને એની આસપાસના 10 ટાપુને જોડવાનો કેરળનો ડ્રીમ પ્રોજેક્ટ છે. કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટમાં રૂ. 1,136.83 કરોડના ખર્ચે 78 ઇલેક્ટ્રિક બોટ અને 38 ટર્મિનલ્સ છે. આ પ્રોજેક્ટને કેરળ સરકાર (ૠજ્ઞઊં) અને ઊંઋઠ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. ઊંઋઠ એ જર્મન ફન્ડિંગ એજન્સી છે.
- Advertisement -
આ વોટર મેટ્રો પુર રીતે એરક્ધડીશન્ડ હતી અને પ્રત્યેક મેટ્રોમાં કોચ (બોટ)ની સંખ્યા મુજબ 50થી100 યાત્રીકો સફર કરશે.