આતંકીઓ સેનાની વર્દી પહેરીને સમારોહના સ્થળે ઘૂસ્યા અને કર્યો અંધાધૂંધ ગોળીબાર, 60થી વધુ લોકોના મોત, વડાપ્રધાન મોદીએ હુમલાની નિંદા કરી
રશિયાની રાજધાની મોસ્કોમાં શુક્રવારે મોટો આતંકી હુમલો થયો હતો. વાત જાણે એમ છે કે, બંદૂકધારીઓએ એક મોટા ખ્રિસ્તી મેળાવડાના સ્થળે લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ હુમલામાં 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે તો 100 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે રશિયા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે, આતંકીઓ સેનાની વર્દી પહેરીને સમારોહના સ્થળે ઘૂસ્યા હતા.
- Advertisement -
PM મોદીએ કહ્યું કે, મોસ્કોમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની અમે સખત નિંદા કરીએ છીએ. અમારા વિચારો અને પ્રાર્થના પીડિત પરિવારો સાથે છે. ભારત દુખની આ ઘડીમાં રશિયન ફેડરેશનની સરકાર અને લોકો સાથે એકતામાં ઊભું છે.
We strongly condemn the heinous terrorist attack in Moscow. Our thoughts and prayers are with the families of the victims. India stands in solidarity with the government and the people of the Russian Federation in this hour of grief.
— Narendra Modi (@narendramodi) March 23, 2024
- Advertisement -
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયામાં યોજાયેલી ચૂંટણી જીતીને સત્તા પર પોતાની પકડ વધુ મજબૂત કરી હતી. આવી સ્થિતિમાં આ ઘટના તેમના માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, ISIS ન્યૂઝ એજન્સીએ આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે, પરંતુ તેનાથી સંબંધિત કોઈ પુરાવા આપ્યા નથી. ISIS એ કહ્યું છે કે તેણે મોસ્કોની બહારના ક્રાસ્નોગોર્સ્ક શહેરમાં ખ્રિસ્તીઓના એક વિશાળ સભા પર હુમલો કર્યો, જેમાં સેંકડો લોકો માર્યા ગયા. નોંધનીય છે કે, છેલ્લા બે દાયકામાં રશિયામાં આ સૌથી ભયાનક આતંકવાદી હુમલો માનવામાં આવે છે. મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને આ હુમલાને મોટી દુર્ઘટના ગણાવી હતી. રશિયાની ટોચની તપાસ એજન્સી ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનાને આતંકવાદી હુમલો ગણાવી તપાસ કરી રહી છે.
ISIS claims responsibility for terror attack on Moscow concert hall; US claims of warning Russia about impending attack
Read @ANI Story | https://t.co/khlVPmGUi2#RussiaAttack #IslamicState #MoscowConcertHall pic.twitter.com/QxjG7X9XQC
— ANI Digital (@ani_digital) March 23, 2024
કેટલાક રશિયન મીડિયા આઉટલેટ્સે ગોળીબારની જાણ કરી હતી અને જણાવ્યું હતું કે, ગોળીબારના કારણે સ્થળ પરના એક મોલમાં આગ લાગી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં બિલ્ડિંગની ઉપરથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે પ્રખ્યાત રશિયન રોક બેન્ડ ‘પિકનિક’ના કોન્સર્ટમાં ભાગ લેવા માટે ક્રોકસ સિટી હોલમાં લોકોની ભીડ એકઠી થઈ હતી. આ હોલમાં 6,000થી વધુ લોકો બેસી શકે છે.