વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોલાપુરમાં લોકોને સંબોધિત કરતાં કહ્યું ભાવુક થઇ ગયા હતા. જો કે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ સોલાપુરમાં ગરીબીની રેખા હેઠાણના લોકો માટે આવાસીય કોલોનીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ આવાસીય કોલોની જનતાને સમર્પિત કરવા માટે વડાપ્રધાન મોદી ભાવુક થઇ ગયા હતા. આ દરમ્યાન તેમણે કહ્યું કે, હજારો ગરીબો અને શ્રમીકો માટે મે આ સંકલ્પ કર્યો હતો, જે પૂર્ણ થઇ રહ્યો છે. આજે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ બની રહેલી દેશની સૌથી મોટી આવાસીય યોજનાનું લોકાપર્ણ થવા જઇ રહ્યુ છે. હું જાતે જઇને જોઇ આવ્યો છું, મને પણ લાગ્યું કે કાશ મને પણ બાળપણમાં આવા ઘરમાં રહેવાનો મોકો મળે. જ્યારે પણ હું આ જોઉં છું ત્યારે મન ઘણું જ પ્રસન્ન થાય છે કે હજારો પરિવારના સપનાને સાકાર કરી રહ્યો છું, તેમના આશિર્વાદ જ મારી સૌથી મોટી પૂંજી છે.
- Advertisement -
https://twitter.com/ani_digital/status/1748242604515357146
મારી સરકાર, ગરીબોને સમર્પિત સરકાર છે
સોલાપુરમાં રેનનગર હાઉંસિંગ સોસાયટીમાં બની રહેલા 15,000 ઘરોને જનતાને સમર્પિત કરતા વધુમાં કહ્યું કે, હું આ ઘર હન્ડલુમ વર્કર, પાવરલૂમ વર્કર, બીડી વર્કર, અને ડ્રાઇવરનો સમાવેશ થાય છે. અમારી સરકાર પેહાલ દિવસથી પ્રયત્ન કરી રહી છે કે, શ્રીરામના આદર્શો પર ચાલી રહેલા દેશમાં સુશાસન છે, દેશમાં પ્રામાણિકતાનું રાજ છે. આ આ રામરાજ્ય છે, જ્યાં સૌનો સાથે, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસની પ્રેરણા મળે છે. મારી સરકાર ગરીબો માટે સમર્પિત છે. એટલા માટે અમે એક પછી એક નવી યોજનાઓ લાગુ કરી, જેથી ગરીબોની મુશ્કેલી ઓછી થઇ અને તેમનું જીવન સરળ બનશે.
Key development initiatives are being launched from Solapur today, which will benefit the citizens. https://t.co/J82WbVNoYu
- Advertisement -
— Narendra Modi (@narendramodi) January 19, 2024
તેમણે વધુમાં કહ્યું કે, બે પ્રકારના વિચારો હોય છે, એકમાં રાજનૈતિક લાભ માટે લોકોને ભડકાવી રહ્યા છે. મારો માર્ગ છે કે, આત્મનિર્ભર શ્રમિકો અને ગરીબોનું કલ્યાણ છે. આપણા દેશમાં લાંબ સમય સુધી ગરીબી હટાવોના નારા લાગી રહ્યા પરંતુ ગરીબી હટી નહીં. ગરીબોના નામ પર યોજનાઓ બની રહી હતી, પંરતુ તેનો લાભ ગરીબોને મળી રહ્યો નથી.
આજે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રના પ્રવાસ પર 2 કરોડની વિકાસ પરિયોજનાઓની ભેટ આપી છે. કાર્યક્રમ અનુસાર, વડાપ્રધાન મોદી સવારે લગભગ 11 વાગ્યે કલબુર્ગી એરપોર્ટ પહોંચ્યા ત્યાંથી સોલાપુર પહોંચ્યા હતા. સોલાપુરમાં વડાપ્રધાન એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ ફડણવીસ અને રાજ્યપાલ રમેશ બૈંસ પણ હાજર રહ્યા હતા. સીએમએ પરંપરાગત પાઘડી પહેરાવીને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને AMRUT 2.0 પરિયોજનાનું શુભારંભ કર્યું હતું. જેના હેઠળ શહેરો અને ગામમાં દરેક ઘરે પાણી પહોંચાડવા માટે યોજના બનાવવામાં આવી છે.
#WATCH | Maharashtra: Prime Minister Narendra Modi will dedicate more than 90,000 houses completed under PMAY-Urban in Maharashtra. He will also dedicate 15,000 houses of Raynagar Housing Society in Solapur, whose beneficiaries comprise thousands of handloom workers and vendors,… pic.twitter.com/1xMBNwD2wk
— ANI (@ANI) January 19, 2024
વડાપ્રધાન આવાસ યોજના હેઠળ કુલ 90,000 ઘરોની ભેટ
વડાપ્રધાન મોદી પીએમ આવાસ યોજના હેઠળ કુલ 90,000થી વધારે મકાનો જનતાને સમર્પિત કરશે. વડાપ્રધાન એક કાર્યક્રમમાં પીએમ-સ્વનિધિ યાજનો હેઠળ 10,000 કરોડ રૂપિયાની પહેલી અને બીજો હપ્તો જાહેર કર્યો છે.