PM પ્રોટોકોલ તોડી એરપોર્ટ ગયા, સાથે જ ટોયોટા-જઞટમાં ડિનર માટે પહોંચ્યા
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 ડિસેમ્બરે 23મી ભારત-રશિયા સમિટ માટે બે દિવસના ભારત પ્રવાસે પહોંચ્યા. પુતિનનો 4 વર્ષ પછીનો આ પહેલો ભારત પ્રવાસ છે. તેમને રિસીવ કરવા માટે પીએમ મોદી પ્રોટોકોલ તોડીને પોતે પાલમ એરપોર્ટ ગયા. મોદીએ એરપોર્ટ પર પુતિનને ગળે લગાવીને, રેડ કાર્પેટ પર સ્વાગત કર્યું. ત્યારબાદ બંને નેતાઓ એક જ કારમાં પીએમ આવાસ પહોંચ્યા, જ્યાં રશિયન રાષ્ટ્રપતિના સન્માનમાં પ્રાઈવેટ ડિનર આપવામાં આવ્યું. મોદીએ પુતિનને રશિયન ભાષામાં લખેલી ગીતા ભેટ કરી. મોદીએ ડ પર લખ્યું- મિત્ર પુતિનનું સ્વાગત કરીને ખુશી થઈ રહી છે. આજે સવારે 11 વાગ્યે પુતિનનું ઔપચારિક સ્વાગત રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. ત્યારબાદ પુતિન રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરશે, પછી બંને નેતાઓ સમિટમાં ભાગ લેવા માટે હૈદરાબાદ હાઉસ રવાના થશે.



