ગુવાર, કારેલા, ગલકાનાં કિલોનાં 100 રૂપિયા: શાકભાજીની અછત
શાકભાજીમાં એક સપ્તાહમાં એક કિગ્રામાં 40 રૂપિયાનો વધારો થયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સહિત રાજયમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેની અસર શાકભાજીની આવક ઉપર પડી છે. જૂનાગઢમાં શાકભાજીની આવક ઘટતા શાકભાજીનાં ભાવમાં વધારો થયો છે. એક સપ્તાહમાં એક કિગ્રામાં 40 રૂપિયા જેવો વધારો નોંધાયો છે. ગુવાર,કારેલા,ગલકાનાં ભાવ એક કિલોનાં 100 રૂપિયા થયા છે. તેમજ શાકભાજીની અછત સર્જાઇ છે.
જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદનાં પગલે જનજીવન પ્રભાવીત થયું છે. તેમજ શાકભાજીનાં પાક ઉપર પણ અસર પડી છે. વરસાદનાં પગલે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. આવક ઘટતા ભાવમાં વધારો થયો છે. એક સપ્તાહમાં શાકભાજીનાં ભાવમાં સરેરાશ 40 રૂપિયાનો વધારો થયો છે. એક સપ્તાહ પહેલા 60 રૂપિયાનાં કિલો શાકભાજી હતા, તેના ભાવ 100 રૂપિયા થઇ ગયા છે. ગુવાર, કારેલા, ગલકા, તુરીયા સહિતનાં શાકભાજીનાં ભાવમાં વધારો થયો છે. દરેકનાં ભાવ 100 રૂપિયા થઇ ગયા છે. શાકભાજીનાં ભાવ વધતા મોંધવારીમાં સામાન્ય લોકોને વધુ માર પડ્યો છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. સામાન્ય રીતે ચોમાસામાં શાકભાજીનાં ભાવમાં વધારો થતો હોય છે. શિયાળા સુધી આ ભાવ રહેતા હોય છે.