ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.20
મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે જે અંતર્ગત આજે સામાકાંઠે સો ઓરડી વિસ્તારના કાચા પાકા દબાણો દુર કરવામાં આવ્યા હતા સરકારી બુલડોઝર દબાણો પર ફરી વળ્યું હતું અને જાહેર રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. મોરબી મનપા તંત્ર દ્વારા વન વિક વન રોડ અભિયાન અંતર્ગત આજે સો ઓરડી વિસ્તારમાં દબાણો હટાવવામાં આવ્યા હતા સો ઓરડીમાં તંત્રએ 12 થી વધુ નાના મોટા મકાન, 2 દુકાન અને અન્ય દબાણો દુર કર્યા હતા પોલીસ બંદોબસ્ત સાથે સરકારી બુલડોઝર દબાણો પર ફેરવી દેવામાં આવ્યું હતું દબાણ હટાવો કામગીરી સતત ચાલી રહી છે અને શહેરના મુખ્ય માર્ગો પરના તમામ દબાણો દુર કરવાની તંત્રએ નેમ લીધી છે જે દિશામાં અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જેને નગરજનો આવકારી રહ્યા છે
મોરબી મનપા તંત્ર દ્વારા સો ઓરડી વિસ્તારમાં દબાણ હટાવાયું
