વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તિયાનજિનમાં તેમની દ્વિપક્ષીય બેઠક માટે ‘રશિયામાં બનેલી’ ઓરસ સેડાનમાં સવારી કરી હતી, જેમાં મોદીએ પાછળથી X પરની એક પોસ્ટમાં આ વાતચીતને “સમજદાર” ગણાવી હતી. તેમની દ્વિપક્ષીય વાટાઘાટો પહેલાં આ હાવભાવ ભારત-રશિયા સંબંધોની ઊંડાઈને પ્રકાશિત કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. એવામાં ચીનના શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટ પર સૌની નજરો ટકેલી છે. કારણ કે, અહીં ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન મોદી એકસાથે જોવા મળ્યા હતા. બંને એક જ કારમાં દ્વિપક્ષીય બેઠક માટે રવાના થયા હતા. આ તસવીર ખરેખર તો ટ્રમ્પ માટે ટેન્શન વધારનારી છે કેમ કે ટ્રમ્પ રશિયાના સમર્થનના કારણે જ ખાસ તો ભારતથી ખિજાયેલા છે.
- Advertisement -
શું થયું બેઠકમાં?
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)થી અલગ પીએમ નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત અને રશિયા મુશ્કેલ સમયમાં પણ એકબીજાની સાથે ઉભા રહ્યા છે. વૈશ્વિક શાંતિ માટે આપણો સહયોગ જરૂરી છે. પીએમ મોદીએ યુક્રેન સાથે રશિયાના ચાલી રહેલા સંઘર્ષ વિશે પણ વાત કરતાં કહ્યું કે આ યુદ્ધ બંધ કરવું એ માનવતાનું આહ્વાન છે.
આ દરમિયાન વ્લાદિમીર પુતિને કહ્યું કે હું નરેન્દ્ર મોદીને મળીને ખુશ છું. અમારા સંબંધો હંમેશા મજબૂત રહ્યા છે. આ અંગે પીએમ મોદીએ કહ્યું કે વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત હંમેશા યાદગાર રહી છે. ભારત અને રશિયા હંમેશા ખભે ખભો મિલાવીને ચાલ્યા છે.
- Advertisement -
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમારી સાથે મુલાકાત હંમેશા યાદગાર રહે છે. આ ઉપરાંત, અમે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ. 140 કરોડ ભારતીયો સપ્ટેમ્બરમાં અમારી મુલાકાતની રાહ જોઈ રહ્યા છે. અમારો ગાઢ સહયોગ ફક્ત બંને દેશો માટે જ નહીં પરંતુ વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે પણ મહત્વપૂર્ણ છે. અમે યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર સતત ચર્ચા કરી રહ્યા છીએ. અમને આશા છે કે તમામ પક્ષો રચનાત્મક ચર્ચા કરશે અને તેને સમાપ્ત કરવા માટે આગળ વધશે. યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત આવે તે સમગ્ર માનવતાનો આહ્વાન છે.સૂત્રોના જણાવ્યા મુજબ, SCO સમિટ પૂરી થયા બાદ પુતિન અને પીએમ મોદી એક જ ગાડીમાં બેસીને હોટેલ પહોંચ્યા. વડાપ્રધાન મોદીએ તેમની આ મુસાફરીનો ફોટો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે.
SCOની નવી વ્યાખ્યા આપી
SCO સમિટમાં વડાપ્રધાન મોદીએ તેની વ્યાખ્યા આપી છે. જેમાં Sનો અર્થ સિક્યોરિટી, Cનો અર્થ કનેક્ટિવિટી, અને Oનો અર્થ ઓપોર્ચ્યુનિટી આપ્યો છે. તેમણે કહ્યું કે, ભારતે SCO મેમ્બરમાં સકારાત્મક ભૂમિકા ભજવી છે. ભારતની વિચારણા, દ્રષ્ટિકોણ અન નીતિ 3 મહત્ત્વપૂર્ણ સ્તંભો સુરક્ષા, કનેક્ટિવિટી અને અવસર પર આધારિત છે.
આંતરરાષ્ટ્રીય મંચ પર વિશ્વને આપ્યો સંદેશ
ભારતે એસસીઓ સંમેલન પહેલાં જ ભારતને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, જો સંયુક્ત નિવેદનમાં પહલગામનો ઉલ્લેખ કરવામાં નહીં આવે તો ભારત તેના પર હસ્તાક્ષર નહીં કરે. ઉલ્લેખનીય છે, પાકિસ્તાન પણ એસસીઓનો સ્થાયી સભ્ય છે. એવામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની હાજરીમાં પીએમ મોદી જે રીતે આતંકવાદ પર આક્રમક રીતે વાત કરી રહ્યા છે, તે આંતરરાષ્ટ્રીય મંચ પર વિશ્વને એક મોટો સંદેશ આપી રહ્યું છે.




