પ્રશાસક પ્રફુલ પટેલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું
દીવ કિલ્લાની મુલાકાત દરમિયાન પ્રશાસન દ્વારા પર્યટકો માટેની સુવિધાની પ્રશંસા કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.15
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ ના પ્રવાસે હતા. અને આ દરમિયાન રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનું તા. 13ના રોજ બપોર પછી દીવ આવી પોહ્ચ્યા હતા. તેમની સાથે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ દીવ આવ્યા હતા. દીવ એરપોર્ટ ખાતે પહોંચતા પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા દ્રોપદી મુર્મુજી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ જીની કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની આ પ્રથમ મુલાકાત હતી.
આ દરમિયાન, દિવ એરપોર્ટ થી આઈ એન એસ ખુખરી ના માર્ગ પર લાંબી કતારમાં જનપ્રતિનિધિઓ,બાળકો તેમજ વડીલો એ હાથમાં તિરંગો લઈને ભારત માતાકી જય ના નારા લગાવ્યા સાથે અલગ અલગ જગ્યાએ બાળકો દ્વારા લોક નૃત્ય કરીને ત ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી તેમની ટીમ સાથે આઈ એન એસ ખુખરી મેમોરિયલ પોહચી ને જ્યાં તેમણે ભારતીય નૌકાદળના સૈનિકોની હાજરીમાં બહાદુર શહીદોને પુષ્પમાળા અર્પણ કરી બે મિનિટનું મૌન પાડીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી
ત્યારપછી, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાથે દીવમાં જલંધર સર્કિટ હાઉસની મુલાકાત લીધી જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી એ તેમની ટીમ સાથે દીવ કિલ્લાની મુલાકાત લીધી હતી. દીવ કિલ્લાની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલ પટેલે રાષ્ટ્રપતિ જેને સ્મૃતિચિન્હ ભેટ આપી હતી. રાષ્ટ્રપતિએ પ્રશાસન દ્વારા પર્યટકો માટે કરેલી સુવિધાઓના પ્રશંસા કરી હતી.
આ પછી, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલ જી અને તેમની ટીમે ફરીથી ખુખરી મેમોરિયલની મુલાકાત લીધી. ત્યાં તેમને સેન્ડ આર્ટ વર્કનું નિરીક્ષણ કર્યું હતું અને કલાકારોની પ્રશંસા કરી હતી. ખુખરી મેમોરિયલ ખાતે તેમના સન્માનમાં સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ કાર્યક્રમને માણ્યો અને કલાકારોની પ્રશંસા કરી. તા. 14ના રોજ સવારે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી તેમના અધિકારીઓની ટીમ સાથે દિલ્હી જવા રવાના થયા.