રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે આસામના તેજપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ 30 MKI ફાઈટર જેટમાં ઉડાન ભરી છે આ પહેલા 12મા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી સિંહ પાટીલે 2009માં સુખોઈમાં ઉડાન ભરી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આસામ મુલાકાતનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. પોતાના પ્રવાસના છેલ્લા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે આસામના તેજપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ 30 MKI ફાઈટર જેટમાં ઉડાન ભરી છે. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે ગુવાહાટીમાં ગજરાજ ફેસ્ટિવલ-2023નું ઉદ્ઘાટન કર્યું હતું.
- Advertisement -
#WATCH | President Droupadi Murmu to take sortie on the Sukhoi 30 MKI fighter aircraft at Tezpur Air Force Station, Assam pic.twitter.com/DXjG3kieut
— ANI (@ANI) April 8, 2023
- Advertisement -
રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી સિંહ પાટીલે 2009માં સુખોઈમાં ઉડાન ભરી હતી
મહત્વનું છે કે દ્રૌપદી મુર્મુ પહેલા દેશના 12મા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી સિંહ પાટીલે 2009માં સુખોઈમાં ઉડાન ભરી હતી. પ્રતિભા પાટીલ ફાઈટર જેટ સુખોઈ-30 એમકેઆઈમાં ઉડાન ભરનાર વિશ્વની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતી. આ યાદીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એપીજે અબ્દુલ કલામનો પણ સમાવેશ થાય છે. પ્રતિભા પાટીલ આમ કરનાર દેશના બીજા રાષ્ટ્રપતિ હતા. એમને પુણેના વાયુસેનાના લોહેગાંવ બેઝ પરથી લગભગ અડધા કલાક સુધી ઉડાન ભરી હતી, એ બાદ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે આર્મી યુનિફોર્મમાં સજ્જ T-90 મુખ્ય યુદ્ધ ટેન્ક પર સવારી કરી હતી.
#WATCH | Assam: President Droupadi Murmu takes sortie on the Sukhoi 30 MKI fighter aircraft pic.twitter.com/jtRVsFR2X2
— ANI (@ANI) April 8, 2023
નિર્મલા સીતારમણે 2018માં સુખોઈ 30MKI માં ઉડાન ભરી હતી
સાથે જ નિર્મલા સીતારમણ જ્યારે તે રક્ષા મંત્રી હતા ત્યારે એમને 17 જાન્યુઆરી 2018 ના રોજ સુખોઈ 30MKI માં ઉડાન ભરી હતી. તે દેશનું સૌથી અદ્યતન ફાઈટર જેટ સુખોઈ ઉડાવનાર પ્રથમ મહિલા બની હતી. નિર્મલા સીતારમણે જોધપુર એરબેઝથી સુખોઈ 30MKIમાં 2100 કિમી પ્રતિ કલાકની ઝડપે 8 હજાર મીટરથી વધુ ઉડાન ભરી હતી. તે લગભગ 45 મિનિટ સુધી આકાશમાં રહ્યા હતા.
President Droupadi Murmu to take sortie on the Sukhoi 30 MKI fighter aircraft at Tezpur Air Force Station, Assam pic.twitter.com/nBTb18T5uL
— ANI (@ANI) April 8, 2023