રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેનું રાજીનામું સ્વિકાર કરી લીધું છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેનું રાજીનામું સ્વિકાર કરી લીધું છે. આપને જણાવી દઈએ કે, ધનખડને NDA તરફથી વાઈસ પ્રેસિડેંટ પદના ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. તેને લઈને હવે મણિપુરના રાજ્યપાલ લા ગણેશનને પશ્ચિમ બંગાળનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.
- Advertisement -
મણિપુરના રાજ્યપાલને પશ્ચિમ બંગાળનો કાર્યભાર સોંપ્યો
ભારતીય જનતા પાર્ટીએ શનિવારે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે ધનખડની ઉમેદવારીની જાહેરાત કરી હતી. ત્યાર બાદ મોડી રાતે જાહેર થયેલા પ્રેસ રિલીઝમાં કહેવાયુ હતું કે, ભારતના રાષ્ટ્રપતિએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે જગદીપ ધનખડનું રાજીનામું સ્વિકાર કરી લીધું છે. રાષ્ટ્રપતિએ મણિપુરના રાજ્યપાલ લા ગણેશનને પશ્ચિમ બંગાળના રાજ્યપાલનો કાર્યભાર સોંપ્યો છે.
6 ઓગસ્ટના રોજ યોજાશે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી
આપને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટીએ ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ માટે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને NDA તરફથી ઉમેદવાર બનાવ્યા છે. છ ઓગસ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થશે. જગદીપ ધનખડ જો ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી જીતી થશે, તો 2023માં રાજસ્થાન અને 2024માં હરિયાણામાં થનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જરૂરથી મદદ મળી શકે છે.
- Advertisement -