– અવિશ્વાસ પ્રસ્તાવને નેતાઓ દ્વારા તૈયાર કર્યા પછી તેને રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યો
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેની ખુરશી આજે બચી ગઇ છએ. તેમના સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને શ્રીલેકન સંસદએ નકારી કાઢયો છે. વોટોને જોતા રાષ્ટ્રપતિ ગોટવબાયાના પક્ષમાં 119 સાંસદોએ વોટ કર્યો હતો, જયારે અવિશઅવાસ પ્રસ્તાવના પક્ષમાં કેવળ 68 સાંસદોએ વોટિંગ કરી હતી. આ રીતે તેમના સામે કરવામાં આવેલા અવિશ્વાસના દરખાસ્તને ફેલ થઇ ગયો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, વિપક્ષી તમિલ નેશનલ એલાયન્સના સાંસદ એમ ઇ સુમંથિરન રાષ્ટ્રપતિ રાજપક્ષેને પદભ્રષ્ટ્ર કરવા માટે અવિશઅવાસનો પ્રસ્તાવ લાવ્યા હતા.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે શ્રીલંકાની સાંસદમાં 17 મેના રોજ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેની સામે લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા થઇ હતી. ગુરૂવારના રોજ પાર્ટીના નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવેલો હતો. આ પ્રસ્તાવને સાંસદમાં વિશેષ મંજુરી મળી હતી. પાર્ટીના નેતાઓએ પ્રસ્તાવને લઇને સાંસદના પિરસરમાં બેઠક કરી હતી. આ બેઠક પછી સ્પીકર મહિંદા યાપા અભયવર્ધનએ કહ્યું હતુ કે, નેતાઓ દ્વારા પ્રસ્તાવને તૈયાર કર્યા પછી તેને રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યો હતો.
શ્રીલંકાની સત્તાધારી પાર્ટીને સાંસદ અઝિત રાજપક્ષે ગુપ્ત મતદાનના માધ્યમથી થયેલી ચુંટણીમાં રસ્તા વિભગના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કર્યા હતા. સાંસદમાં વિશેષ મંજુરી મળ્યા પછી આ પ્રસ્તાવને લઇને ઘણી ચર્ચા થઇ હતી.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં બગડતા હાલાતને જોતા પૂર્વ પીએમ મહિંદા રાજપક્ષેએ રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા પછી રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ રાજીનામાની માંગણી પણ કરવામાં આી. જો કે, રાષ્ટ્રપતિ અવિશ્વાસના પ્રસ્તાવને નકારીને તેમની સત્તા પર છે.