ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના અશોક વાટિકા સોસાયટી નંબર 1 અને 2ના રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટ, પાણીની લાઈન, રોડ, સીસીટીવી કેમેરા અને ભૂગર્ભ ગટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આજે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા)ના અધિકારીશ્રીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત સમયે રાજકોટ બેડી જિલ્લા પંચાયતના સભ્ય પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી હિરેનભાઈ દાફડા સાથે વિસ્તારના રહીશો પરેશભાઈ વાઘેલા, મનિસભાઈ વ્યાસ, મનોજભાઈ રૂપારેલીયા અને કેવિનભાઈ ધનેસા હાજર રહ્યા હતા.