વર્તમાન સમયમાં યુવકોમાં હાર્ટ એટેકના બનાવોને ધ્યાને લઇ ચિંતા વ્યકત કરતા ડૉકટરો
IMAના પૂર્વ પ્રમુખ ડો. અતુલ પંડ્યા અને ડો. પારસ શાહે ચિંતા વ્યક્ત કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હાલમાં રમતવીરો, દોડવીરો, ક્રિકેટ રમતા કે અન્ય શારીરીક ફિટનેશ માટે કસરત કરતાં યુવાનોમાં હાર્ટએટેકથી મૃત્યુના કિસ્સાઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે એ જ રીતે નવરાત્રી દરમિયાન ખેલૈયાઆ સ્પર્ધાત્મક ભાવનાને કારણે લાખેણા ઇનામો જીતવા માટે વધુ પ્રમાણમાં શ્રમ કરે છે. જેથી ચક્કર આવવા, તબિયત ખરાબ થઈ જવી અને ઘણી વખત હાર્ટ એટેક પણ આવી જતો હોય છે.
કાર્ડિયોલોજીસ્ટ ડો. દિનેશ રાજના મત મુજબ કોરોના પછી લોકોના ફેફસા ઉપર વધારે અસર જોવા મળે છે. તેવા સંજોગોમાં કોઈ પણ શારીરીક શ્રમ કરતી વખતે શ્ર્વાસ ફુલાઈ જાય તો કાર્ય પડતું મૂકી બેસી જવું અન્યથા હાર્ટ એટેક આવી શકે છે. ડો. નિલાંગ વસાવડા પણ આ રીતે વધુ શ્રમ ન કરવાની સલાહ આપે છે. ખેલૈયાઓને આ બાબતે ડરાવવાની કોઈ વાત નથી પરંતુ સાવચેત રહેવાની ખાસ સલાહ છે.
આ બાબતે ઇંડિયન મેડિકલ એસોસીએશનના એક્સ પ્રેસિડેન્ટ ડો.અતુલ પંડયા તથા રાજકોટના ડો.પારસ શાહ ઇંડિયન મેડિકલ એસોસીએશને સંસદસભ્ય રામભાઇ મોકરીયાને ઉપરોક્ત બાબતે રજૂઆત કરતાં મોકરીયાએ આ વાતને હકારાત્મક રીતે લઈને ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ટેલીફોનીક ચર્ચા કરી હતી. તેઓએ પણ આ બાબતને આવકારી અને હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. તેમજ તેઓ આ સામાજીક જવાબદારી માટે સૌને આગળ આવવા અપીલ કરશે તેમ જણાવ્યું હતું.
આ અંગે સંસદસભ્ય રામભાઇ મોકરીયાને કરવામાં આવેલી રજૂઆતમાં (1) દરેક આયોજકો દ્વારા મેદાનમાં પ્રાથમિક સારવાર કેન્દ્ર ઊભું કરવું. (2) આ પ્રાથમિક સારવાર કેન્દ્રમાં નર્સિંગ સ્ટાફ અને મેડિકલ ઓફિસર તથા સારવાર માટે જરૂરી સાધનો જેવા કે જીવનરક્ષક દવા, ઇન્જેકશન, ઑક્સીજન સિલિન્ડર સાથે એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખવી. (3) આવા પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ગુજરાત ડોકટરો પૈકી માનદ સેવા આપવા માટે ડોક્ટર ઉપલબ્ધ રાખવા અને આ માટે માનદ સેવા આપવા માટે ગુજરાત ભાજપ ડોક્ટર સેલ દ્વારા આવી સેવા આપવા માટે સહમતી આપી છે. (4) આયોજક સમિતિ પૈકીના ત્રણ થી ચાર સભ્યોએ ઈઙછની તાલીમ લેવી જોઈએ અને તેમના દ્વારા તાત્કાલિક સારવાર મળવી જોઈએ.