ચકડોળે ચળેલા સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો હવે રાઇડસ સાથે જ યોજાશે તેવી જાહેરાત બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ છવાઇ ગયો છે. રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા આગામી તા.14 ઓગષ્ટના શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત પાંચ દિવસીય જન્માષ્ટમીના લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રેસકોર્ષ ગ્રાઉન્ડમાં વિવિધ સ્ટોલો તેમજ નાની મોટી રાઈડસ પહોંચી ગઇ છે. અને સંચાલકો દ્વારા રાઇડસ ઉભી કરવાની કામગીરી પણ પુરજોશમાં શરુ કરવામાં આવી છે. કારીગરો દ્વારા રાત-દિવસ સતત ઇન્સટોલીંગની કામગીરી ચાલી રહી છે. આગામી પાંચ છ દિવસમાં તમામ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવશે. લોકમેળાને આડે હવે માત્ર 9 દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે આ લોકમેળાનો આનંદ લેવા માટે સૌરાષ્ટ્રવાસીઓ આતુર છે.
લોકમેળાની તડામાર તૈયારી : રેસકોર્સ ગ્રાઉન્ડમાં નાની-મોટી રાઈડસ ઊભી કરવાની કામગીરી પૂરજોશમાં

Follow US
Find US on Social Medias