સેલ્ફી ઝોન ઉભો કરાશે, 3 હજારથી વધુ સ્વયંસેવકો સેવામાં જોડાયા
મંડપ વચ્ચે વિવિધ ખંડોમાં LED સ્ક્રીન : વિવિધ સમિતિઓની રચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સદભાવના વળદ્ધાશ્રમના લાભાર્થે 23 નવેમ્બરથી યોજાનાર વૈશ્વિક રામકથા ‘માનસ સદભાવના’ની તૈયારીઓ નિમિત આયોજકો દ્વારા પુરજોરામાં ચાલી રહી છે. સ્વયંસેવકોએ પોતાની જવાબદારી કાળજી પૂર્વક નિભાવી આ પ્રસંગને એક ભવ્યાતિભવ્ય ઉત્સવ બનાવવા અલગ અલગ સમિતિઓની રચના કરી કાર્યોની વહેંચણી કરી છે. જેવી કે ર્પાકિંગ સમિતિ, મેડીકલ સમિતિ, સ્વચ્છતા સમિતિ, સેવા કાર્યોનાં મેનેજમેન્ટ કરવા માટેની સમિતિ, મંડપ ડેકોરેશન સમિતિ, પાણી વ્યવસ્થા સમિતિ, ભોજન વ્યવસ્થા સમિતિ તેમજ ઉતારાની થા નાસ્તા સમિતિ બનાવવામાં આવી છે. વૈશ્વિક રામકથા માટે રેસકોર્સ ગ્રાઉન્ડમાં તૈયારીઓ શરુ થઇ યુકી છે.
કથા શ્રવણ કરવા આવનાર લોકો માટે સેલ્ફીઝોન પણ બનાવવામાં આવ્યો છે. પોતાના નામજોગ લોકો વિડિયો સંદેશ અને આમંત્રણ આપી શકો તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ 50 હજાર લોકો ભોજન પ્રસાદ લેશ.ે એ માટે ખાધ પદાર્થોની યોગ્ય ચકાસણી તેમજ સફાઈનું પૂરતું ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત ભોજનનો બગાડ ન થાય અને ભોજન ખંડમાં ગંદકી ન સર્જાય તે માટે સતત સફાઈની તકેદારી રાખવામાં આવશે. આશરે 200 જેટલા રસોયાઓ સેવા આપશે અને 200 જેટલા ભોજન પીરસનારા સ્વયંસેવકો કાર્યરત રહેશે. કથાનુ રસપાન કરતા રામભક્તોની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે પાથરણા ગાદલા, તકિયા, ખુરશી તેમજ પાણીની વ્યવસ્થા કરી તમામ પ્રકારની યોગ્ય ગોઠવણી કરવામાં આવી રહી છે. કથા શ્રવણ માટે અધ્યતન ઓડિયો વીડિયો સિસ્ટમની ગોઠવણી કરવામાં આવશે.
કથા મંડપમાં દુર બેસેલા લોકો પણ પૂ. મોરારિબાપુના દર્શન કરી શકે અને શ્રોતાઓને કથા શ્રવણનો સંપૂર્ણ લાભ મળી રહે તે માટે કથા મંડપ વચ્ચે વિવિધ ખંડોમાં શકય તેટલી એલ.ઈ.ડી. સ્ક્રીન પણ લગાવામાં આવશે.
- Advertisement -
આ વૈશ્વિક રામકથા વળક્ષો અને વડીલોનાં લાભાર્થે તેમજ સૌ આબાલ વળધ્ધો માટે આધ્યાત્મિક અને ધાર્મિક અનુભવ આપવાનું વિશેષ આયોજન છે. વળદ્ધ અને વળક્ષ બંને છાયા આપે છે. રાજકોટમાં વડીલો અને વળક્ષોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા ‘માનસ સદભાવના’નું આયોજન કરાયું છે.23 નવેમ્બરથી શરૂ થનારી આ કથાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે હાલમાં 3000 કાર્યકર્તાઓની ફોજ તૈનાત છે, જેમાં ઉધોગપતિ, વેપારીઓ, સીએ, ડોક્ટરો, વકીલો તેમજ દરેક સમાજના શ્રેષ્ઠીઓ, દરેક સ્તરના કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે.