લાંબા સમયથી ફુગાવો સતત ભાવસપાટી વધારે છે: લોકોની બદલાતી લાઈફ સ્ટાઈલ પણ જવાબદાર
રૂપિયો ઘસાતા બેઝીક આયાતો મોંઘી: ઉત્પાદન ખર્ચ વધ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં 2019ના અંતથી 2021ના મધ્યભાગ સુધી કોવિડના કારણે જે સ્થિતિ સર્જાઈ હતી તેની ભારે કિંમત આજે પણ ભારતીયો ચુકવી રહ્યા છે. કોવિડ સમયે ધંધા વ્યાપાર અને રોજગારીને મોટો ફટકો પડયો હતો અને તે બાદ હવે ભારતમાં વૈશ્વિક તથા ઘરેલું કારણોસર ફુગાવો જે સતત રીતે ઉંચો રહ્યો છે તેના કારણે કોવિડ કાળ પુર્વેના સમય કરતા ત્રણ ગણી વધુ મોંઘવારીનો સામનો કરી રહ્યો છે. હાલનો ફુગાવો ફકત ફુગાવો નથી પણ મોટો આર્થિક માર છે જેમાં સ્કુલના યુનિફોર્મથી લઈને પેટ્રોલ-ડિઝલ, બુટ-ચંપલથી લઈને લેપટોપ અને ઈ-ગેઝેટ તથા અનાજ કરીયાણાથી લઈને રેડીમેઈડ ગારમેન્ટ તમામમાં ભારતીયો લગભગ ત્રણ ગણો વધુ ભાવ ચુકવી રહ્યા છે. આ માટે અનેક કારણો જવાબદાર છે. એક તરફ માંગ વધી છે. બીજી તરફ ઉત્પાદન ખર્ચ વધ્યા છે અને ત્રીજી તરફ આયાત મોંઘી થઈ છે અને રૂપિયો ઘસાતા તેનો માર પણ પડી રહ્યો છે. સ્કુલ ડ્રેસ નાણાકીય વર્ષ 2020માં 3.9% વધ્યા હતા તે નાણાકીય વર્ષમાં 7.8% વધુ ઓછા થયા છે. રેડીમેઈડ ગારમેન્ટ 7.8% બુટ-ચપ્પલ લગભગ 10% કોમ્પ્યુટર આઈટમ પણ 9% જેવી મોંઘી બની છે.