આજે ભૂદેવોની બાઇક રેલી, કાલે શોભાયાત્રા-ભોજન પ્રસાદ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
- Advertisement -
જૂનાગઢ બ્રહ્મસમાજના ઇષ્ટદેવ ભગવાન પરશુરામજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભવ્ય ઉજવણી ભાગરૂપે આજે ભૂદેવોની વિશાળ બાઈક રેલીનું આયોજન સાથે આવતીકાલે પૂજન અર્ચન સાથે ભવ્ય શોભાયાત્રા અને સાંજે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી પરશુરામ ભગવાનજીના પ્રાગટ્યોત્સવ અંતર્ગત સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય થી ભવ્ય ઉજવણી થાય તેના માટે બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે ભૂદેવોની બાઈક રેલી યોજાશે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.
આ બાઈક રેલી મધુરમ વિસ્તાર મામા દેવ મંદિરથી પ્રસ્થાન થશે ત્યારે આ બાઈક રેલીમાં ભગવાન પરશુરામજીના રથ સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને ગીરનાર રોડ રોડ સ્થિત પરશુરામ ચોક ખાતે પરશુરામ ભગવાનને મહા આરતી સાથે હજારો દીવડા સાથે પૂજન અર્ચન કરવામાં આવશે અને ત્યાર બાદ ધાર્મિક ફાર્મ ખાતે બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે વૈશાખ સુદ આખજત્રીજના દિવસે પરશુરામ ભગવાનના પ્રાગટ્યોત્સવ નિમિતે બપોરે તળવા દરવાજા પાસે આવેલ જાગનાથ મંદિરથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સંતો મહંતો સહીત સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભગવાન પરશુરામના રથ સાથે યુવાનો અને યુવતીની તલવાર બાજી સાથે શોભાયાત્રા પ્રસ્થાન થશે અને એમજી રોડ, કાળવાચોક થઈને ભૂતનાથ મંદિર ખાતે સંપન્ન થશે અને ત્યાર બાદ ભૂદેવો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.