ખાસ-ખબર સંવાદદાતા
પ્રભાસ પાટણ ના સોમપુરા બ્રાહ્મણ સમાજના બાળકે વિદેશમાં રાસ ગરબાની રમઝટ બોલાવી ડંકો વગાડ્યો જેમાં પ્રભાસ પાટણમાં ઠાકોર મંદિર નજીક રહેતા સોમપુરા બ્રાહ્મણ સમાજના 17 વર્ષના બાળક ઋષિત સ્નેહલ ભટ્ટ અમદાવાદનાં પનઘટ પરફોર્મિંગ આર્ટસ ગ્રુપ સાથે પોતાની ઉત્કૃષ્ટ કલાથી મલેશિયામાં રાસ ગરબાની રમઝટ બોલાવી વિદેશી લોકો અને દર્શકોના મન મોહી લીધા હતા ત્યારે 17 વર્ષના ઋષિત સ્નેહલ ભટ્ટ દ્વારા મલેશિયામાં યોજાયેલ રાસ ગરબામાં રમઝટ બોલાવી હતી જે બાદલ વેરાવળ બ્રહ્મ સમાજ અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.