ગિરનાર પર્વત પર ભારે વરસાદ બાદ પાણીના જળાશયો છલોછલ
પર્વત પર પાણી પહોંચે તે માટે પાણી પુરવઠા વિભાગ સરવે શરુ : કલેકટર
ગિરનાર પર વીજ લાઈન અને પાણી વહેલું મળે તેવા તંત્રના પ્રયાસો
હવામાન ખુલ્લું થતા આજથી રોપ-વે શરુ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
- Advertisement -
જૂનાગઢ ગિરનાર પર્વત પર વર્ષો જૂની વીજ લાઈન અને પીવાના પાણીની સમસ્યા જોવા મળે છે.ત્યારે વીજળી અને પાણીની સમસ્યાનું કાર્ય હવે ઝડપભેર થાય તેના માટે પીજીવીસીએલ અને વહીવટી તંત્ર દ્વારા ઝડપી પ્રયાસો શરુ કર્યા છે અને વહેલીતકે બંને કામગીરી પૂર્ણ થાય અને ગિરનાર પર વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં મળે અને તેની સાથે પાણી સમસ્યા હલ થાય જેનાથી ગિરનાર ધર્મસ્થાનોમાં આવતા યાત્રિકો અને સેવા પૂજા કરનાર સેવકોને મુશ્કેલી માંથી છુટાકરો મળે અને યાત્રાધામનો વિકાસ ઝડપી બને તેના માટે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સતત દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.જયારે આજથી ગિરનાર પર્વત પર્વત હવામાન ખુલ્લું થતા રોપ-વે સેવા શરુ કરી દેવામાં આવી છે.
ગિરનાર પર્વત પર અંબાજી મંદિર સાથે ગુરુદત્ત શિખર સહીત અનેક ધર્મસ્થાનો આવેલા છે ત્યારે આ ધર્મસ્થાનોને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળે તેના માટે પીજીવીસીએલ અધિકરી એસ.એચ.રાઠોડે ખાસ ખબર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હાલ ગિરનાર પર્વત પર 11 કેવી વીજ લાઈનનું કામ પૂર્ણ થઇ ગયું છે અને પુરાતત્વ વિભાગની એનઓસી મળે તેની સાથે વન વિભાગની એનઓસી મળે એટલે તુરંત વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવશે જયારે ખાસ ખબરે વધુ પૂછતાં જણાવ્યું કે, કેટલો સમય લાગી જશે ત્યારે જણાવ્યું હતું કે, એક અઠવાડિયા અથવા 15 દિવસ જેટલા સમયમાં એનઓસી મળી જવાની શક્યતા છે જેટલી ઝડપી એનઓસી મળે એટલે તુરંત વીજ પુરવઠો કાર્યવંતિત કરી દેવામાં આવશે અને પીજીવીસીએલ સતત તેની પાછળ ફોલોપ કરીને વેહલી તકે વીજ પુરવઠો મળે તે દિશામાં કામીગીરી કરી રહ્યું છે. જયારે ગિરનાર પર્વત પર પીવાના પાણી સાથે ધર્મસ્થાનો રહેતા સંતો અને સેવકો માટે પાણીના વપરાશ માટે ખુબ મોટી સમસ્યા જોવા મળે છે ત્યારે ગિરનાર પર વેહલી તકે પાણી ઉપર સુધી મળે તે બાબતે જૂનાગઢ જિલ્લા કલેકટર અનીલકુમાર રાણાવાસીયા સાથે ખાસ ખબરે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ પાણી પુરવઠા વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે જેમાં ગિરનારની બાજુમાં આવેલ હસ્નાપુર ડેમ સાઈડ સાથે અન્ય આસપાસના જળાશયોનો પણ સર્વે કામગીરી ચાલી રહી છે.પાણી પુરવઠા વિભાગ દ્વારા ગિરનાર પર્વત પર પાણી મળી રહે તેના માટે સર્વે કરીને એક એસ્ટીમેન્ટ તૈયાર કરીને રિપોર્ટ રજુ થશે એટલે તુરંત તેની અમલવારી કરવામાં આવશે તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.અને વેહલી તકે ગિરનાર પર્વત પર પાણી સમસ્યા થાય તેવા તે દિશામાં પ્રયાસો થઇ રહ્યા છે.
ગિરનાર પર ભારે વરસાદથી પર્વતના ટાંકા અને જળાશયો ભરાયા
જૂનાગઢ ગિરનાર યાત્રાધામ તરીકે વિશ્વ વિખ્યાત છે ત્યારે પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં યાત્રિકો પધારે છે એમાં પણ જ્યારથી રોપ-વે કાર્યવંતિત થયો છે તેમ તેમ યાત્રિકોની સંખ્યામાં વધારો થયો છે અને ગિરનાર પર વર્ષોથી પીવાના પાણી માટે પર્વત પર આવેલ પાણીના મસ મોટા જળાશયો ભારે વરસાદના લીધે છલોછલ ભરાય ગયા છે અને જે જળાશયો ભરાય ગયા છે તેના પર ધર્મસ્થાનો અને યાત્રા કરવા ભાવિકોએ એક વર્ષ માટે નિર્ભર રેહવું પડે છે.હાલ તો સારા વરસાદના લીધે ગિરનાર પર ઝરણાં વહી રહ્યા છે અને પાણીના ટાંકા પણ ભરાય ગયા છે પણ યાત્રિકોની સંખ્યા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા વધતી જાય છે ત્યારે ગિરનાર પર વેહલી તકે પાણી મળે તેવી લોક માંગ ઉઠી છે.