શિયાળામાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેથી અત્યારથી જ આયોજન શરૂ
ખાસ-ખબર સંવાદદાતા
રશિયાથી પૂરતા પ્રમાણમાં ઓઇલ સહિતની સામગ્રી મળતી નથી અને તેને કારણે જર્મની સહિત યુરોપ ખંડના અનેક દેશોમાં પાવર સેવિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને તેને પગલે ઘરની લાઈટો બંધ કરી દેવામાં આવે છે અને જાહેર સ્થળોમાં અને સરકારી ઈમારતોમાં પણ લાઈટો બંધ કરી દેવામાં આવે છે.
- Advertisement -
યુરોપિયન યુનિયન દ્વારા રશિયા પાસેથી ઓઇલ સહિતની જરૂરી સામગ્રી મનાવવામાં ઘટાડો કરવાની યોજના બનાવવામાં આવી છે ત્યારે શિયાળાની સિઝનમાં કોઈ ભયંકર મુશ્કેલીમાં મુકાઇ જવું પડે તે માટે અત્યારથી જ પાવર સેવિંગ અભિયાન જર્મની સહિત યુરોપના અનેક દેશોમાં શરૂ કરવામાં આવ્યું છે અને મોટી મુશ્કેલી ઊભી થઈ છે. વીજ કટોકટીનો સામનો અત્યારથી જ કરવામાં આવી રહ્યો છે અને શિયાળાની ઋતુ માટે પાવર બચાવવા ની યોજના ઘડવામાં આવી છે અને તેના અનુસંધાનમાં તમામ ઘરોમાં લાઈટો બંધ કરી દેવામાં આવે છે અને એ જ રીતે સરકારી અને જાહેર ઇમારતોમાં પણ લાઈટો બંધ કરીને પાવર બચાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જર્મન સહિત યુરોપ ખંડના અનેક દેશોમાં વીજળીની સમસ્યા ઊભી થઈ ગઈ છે અને આગામી દિવસોમાં વધુ તકલીફ ઉભી થઇ શકે છે તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી છે.