ખાસ-ખબર સંવાદદાતા
લેકરોક તથા ફિડેલિટી ઈન્વેસ્ટમેન્ટસ જેવી કંપનીઓ દ્વારા સ્પોટ બિટકોઈન એકસચેન્ડ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ) માટે કરાયેલી અરજીને નિયામકો દ્વારા હકારાત્મક પ્રતિસાદ મળવાનો આશાવાદ મજબૂત બની રહેતા મુખ્ય ક્રિપ્ટો કરન્સીઝ બિટકોઈને છેલ્લા ચોવીસ કલાકમાં ફરી 31000 ડોલરની સપાટી દર્શાવી છે. જુન ત્રિમાસિકમાં બિટકોઈનમાં ખેલાડીઓને નોંધપાત્ર વળતર છૂટયું છે.
છેલ્લા કેટલાક સમયથી 30,000 ડોલરની સપાટી પર ક્ધસોલિડેટ થયા બાદ બિટકોઈનમાં મંગળવારે 1000 ડોલરથી વધુનો ઉછાળો આવ્યો હતો અને મોડી સાંજે 31160 ડોલર ભાવ બોલાતો હતો. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ એથરમના ભાવ પણ ઊંચકાયા હતા.
- Advertisement -
એથરમ 1962 ડોલર જ્યારે બીએનબી 245 ડોલર કવોટ કરાતો હતો. છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટોસની માર્કેટ કેપ વધી 1.22 ટ્રિલિયન ડોલર પહોંચી ગઈ હતી.
છેલ્લા બે સપ્તાહથી બિટકોઈન 30,000થી 31000 ડોલરની વચ્ચે વેપાર થયા કરતો હતો. બિટકોઈન ઈટીએફસના લાવવા માગતી કેટલીક કંપનીઓએ ઈટીએફસ માટે ફરીથી અરજી કરી હોવાના અહેવાલથી પણ બિટકોઈનને ટેકો મળ્યો હતો. રોકાણકારોનું સેન્ટિમેન્ટ પણ ક્રિપ્ટો કરન્સીઝ માટે સુધરી રહ્યાનું જોવા મળી રહ્યું છે.
ક્રિપ્ટો માર્કેટસની એકંદર 1.22 ટ્રિલિયન ડોલરની માર્કટ કેપમાં પચાસ ટકા માર્કેટ કેપ એકલા બિટકોઈનની છે.
સમાપ્ત થયેલે જુન ત્રિમાસિક ગાળો સતત બીજો એવો ગાળો રહ્યો છે, જેમાં બિટકોઈનના ખેલાડીઓને પોઝિટિવ વળતર મળ્યું છે. એપ્રિલથી જુનના ગાળામાં બિટકોઈન પર રોકાણકારોને સાત ટકા જેટલું વળતર છૂટયું છે.