રાણાવાવ, કુતિયાણા ઉપરાંત જુનાગઢ અને મોરબીના વિવિધ કેસોમાં પણ સામેલ હતા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.30
- Advertisement -
પોરબંદર જિલ્લાના રાણાવાવ અને કુતિયાણા પોલીસ સ્ટેશનના 23 વર્ષ તથા 16 વર્ષ જૂના કેબલ ચોરીના કુલ ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલી પોરબંદર એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાંચ)એ આરોપીઓને મોબાઈલ ફોન અને ચાંદીના દાગીનાઓ સાથે પકડી પાડ્યા છે. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમે આ કામગીરી પૂર્ણ કરી છે. એલ.સી.બી. ઈં/ઈ પીઆઈ આર.કે. કાંબરીયા અને તેમની ટીમના સભ્યો રાણાવાવ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે ટેકનિકલ અને માનવીય સોર્સિસ પરથી પ્રાપ્ત માહિતીના આધારે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા હતા. આ ત્રણ વ્યક્તિઓના નામ ભનુ ઉર્ફે મનસુખ શંભુભાઈ વાજેલીયા, રાહુલ ઉર્ફે સિક્કો ઉર્ફે સલીમ ભનુ ઉર્ફે મનસુખભાઈ વાજેલીયા, અને બાવલો ઉર્ફે બાવ ઉર્ફે અશોક બાબુભાઈ ચારોલીયા હોવાનું જાણવા મળ્યું છે. તેમની પાસેથી 27,700 રૂપિયાની કિંમતના 6 મોબાઈલ ફોન અને ચાંદીના દાગીના મળ્યા હતા. આરોપીઓએ દોઢેક મહિના અગાઉ રાણાવાવ નજીક ભોદ ગામમાંથી મોટરસાયકલ અને મોબાઈલ ફોનની ચોરી કરી હતી. તેઓએ ચોરીના એક કિસ્સામાં બે મોબાઈલ રાજકોટની રવિવારી બજારમાં વેચી નાખ્યા હતા. ઉપરાંત, કચ્છના અંજાર અને ભચાઉ ગામોમાંથી ચોરી કરવાનું પણ કબૂલ્યું છે.
આ કેસમાં પકડાયેલા ભનુ ઉર્ફે મનસુખ શંભુભાઈ વાજેલીયાનો ગુનાહિત ઈતિહાસ લાંબો છે. તેણે 17 જેટલાં જુદા-જુદા કેસોમાં અગાઉ પકડાવવાનો ઈતિહાસ ધરાવેલો છે. આમાં મુખ્યત્વે જૂનાગઢ, મોરબી, ભાવનગર અને અમરેલી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મોજુદ કેસોનો સમાવેશ થાય છે. આરોપીઓએ તેમના કબુલાતમાં 23 વર્ષ જૂના ગુનાની પણ કબુલાત આપી છે. ભનુ અને બાવલોએ 23 વર્ષ પહેલા કુતીયાણા તાલુકાના ભડુલા ગામમાં એક ઓરડીનું તાડુ તોડી ઇલેકટ્રીક મોટરનો કેબલ અને જંતુનાશક દવાઓ ચોરાઈ હતી. આ ઉપરાંત, 16 વર્ષ પહેલા કુતીયાણા તાલુકાના દેવડા નાકા નજીક ટેલીફોનના વાયરની ચોરી કર્યાનું કબૂલી લીધું છે. આરોપીઓએ ભચાઉના ધમડકા ગામની ત્રણ વાડીઓમાંથી પાણીના બોરની મોટરના કેબલની ચોરી કરી હતી, જેને ભચાઉના ભંગારના ડેલામાં વેચી નાખવામાં આવ્યું હતું. આ ચોરીના કેસમાં ઝડપાયેલ અન્ય વ્યક્તિઓમાં, રાહુલ ઉર્ફે સિક્કો ઉર્ફે સલીમ ભનુ વાજેલીયા, જેનું અગાઉનો ગુનાહિત ઈતિહાસ પણ છે, તેનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં વિવિધ સ્તરના અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત દેખાઈ આવે છે. અજઈં બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, ઇંઈ ઉદયભાઈ વરૂ, સલીમભાઈ પઠાણ, ગોવિંદભાઈ મકવાણા, ઉપેન્દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ દયાતર, હીમાંશુભાઈ મક્કા, મુકેશભાઈ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, ઠઇંઈ નાથીબેન કુછડીયા, ઙઈ નટવરભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા, અજયભાઈ ચૌહાણ, ડ્રા. ઙઈ ગોવિંદભાઈ માળીયા, અને રોહીતભાઈ વસાવા વગેરેના પ્રયાસોથી આ આરોપીઓને પકડવામાં સફળતા મળી.