ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના ઉદ્યોનગર પોલીસમથકની હદના વિદેશી દારૂના બે ગુન્હામાં વોન્ટેડ શખ્શને પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયો છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ હકીકતના આધારે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના દારૂના બે ગુન્હામાં લાલશાહીથી નાસતો ફરતો આરોપી વીરા ભાયાભાઇ કોડીયાતર ઉ.વ. 24 રહે. રાણપર ગામ ખોડીયાર હોટલ પાસે રબારીકેડા તા. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકાવાળાને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ છે.
- Advertisement -
પકડાયેલા શખ્શ સામે ઉદ્યોગનગર પોલીસ મથકના વિદેશી દારૂના બે ગુન્હાઓ નોંધાયાનુ સામે આવ્યુ હતુ. આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.કે.કાંબરીયા તથા એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વરૂ, સલીમભાઇ પઠાણ, ગોવિંદભાઇ મકવાણા, ઉપેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ વગેરે રોકાયેલ હતા.