જેઓ કાનુન કે દેશની ચિંતા કરતા નથી તેઓ બંધારણીયપદ પર પહોંચી ગયા છે: ઉપ રાષ્ટ્રપતિ
ચોકકસ વર્ગ – સમુદાયે રાજકીય કિલ્લોની સ્થિતિ બનાવી છે, જેનાથી ચૂંટણીનો પણ કોઈ અર્થ રહેતો નથી : ઉપરાષ્ટ્રપતિના ગંભીર વિધાનો
આ તર્કબદ્ધ અને ચોકકસ ધ્યેય સાથે થઈ રહ્યું છે ભયજનક પેટર્ન ભવિષ્યમાં આપણા મુલ્યો, સંસ્કૃતિ, લોકશાહી માટે ખતરો: જયપુરમાં સંબોધન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
- Advertisement -
દેશમાં આસામ ઉપરાંત અનેક રાજયોમાં ‘ચોકકસ’ સમુદાયની સતત વધતી રહેલી વસ્તી પર એક મોટા વિધાનમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વસ્તીની આ સર્જાઈ રહેલી અસમતુલાને અણુ બોમ્બ જેવી જ ગંભીર ગણાવતાં ઉમેર્યુ હતું કે આ પ્રકારે ‘ડેમોગ્રાફીક ડીસઓર્ડર’ વસતીનું અસંતુલન થવાથી આ ક્ષેત્રમાં ચૂંટણીનો પણ કોઈ અર્થ રહેતો નથી તેઓએ જણાવ્યું કે દેશના અનેક ક્ષેત્રો એ ચોકકસ સમુદાય-જુથનાં “રાજકીય કિલ્લા જેવા બની રહ્યા છે.જેથી ત્યાં ચૂંટણી જેમાં લોકોને તેમનાં પ્રતિનિધિ ચુંટવાની તક મળે છે તેનો કોઈ અર્થ રહેતો નથી અને લોકશાહી બિન અસરકારક બની જાય છે અને તેનું મહત્વ પણ ગુમાવી દે છે. જયપુરમાં બિરલા ઓડીટોરીયમમાં કાર્યક્રમોમાં બોલતા શ્રી ધનખડે કરેલા આ વિધાનો જે રીતે આસામ ઉપરાંત ઉતર પ્રદેશ, બિહાર અને અન્ય રાજયોમાં અનેક ક્ષેત્રોમાં ચોકકસ સમુદાયની વસતીમાં થયેલા બેતહાશા તપાસ સંદર્ભમાં સૂચક છે.તેઓએ જણાવ્યું કે આ ક્ષેત્રો કંઈ રીતે વ્યુહાત્મક બદલાવ લાવી રહ્યા છે તે ચેતવણીજનક છે અને તે ચોકકસ સમુદાયને માટે અભેદ કિલ્લા જેવા બની ગયા છે. શ્રી ધનખડે સ્પષ્ટ કર્યુ કે કુદરતી અને સ્વાભાવીક રીતે વસતી બદલાવ થાય તેમાં કોઈ વિરોધ થઈ શકે નહિં અને જે રીતે ચોકકસ સમુદાય દ્વારા ચોકકસ ક્ષેત્રમાં વસતી બદલાવ લાવવામાં આવી રહ્યા છે તેને હું એક ખતરા તરીકે પણ જોવ છું.
તેઓ ભય અનુભવે છે. તે પ્રકારનાં બદલાવનો હેતુ ચોકકસ ઉદેશ હાંસલ કરવા માટે એક વ્યુહાત્મક ચાલ છે અને છેલ્લા કેટલાંક દશકાથી આ પ્રકારનાં બદલાવથી એક સમાજ અને એકંદરે ખલેલ પહોંચાડતી સ્થિતિ સર્જી છે. જે આપણા મુલ્યો સામાજીક સંસ્કૃતિ અને લોકશાહી સામે પડકાર છે અને આ સમસ્યાને જો વ્યવસ્થિત રૂપે સંભાળવામાં નહી આવે તો પછી ભગવાન પણ આપણને બચાવી શકે તેમ નથી અને તે ભવિષ્યમાં ભારત પર બહારી ખતરાને પણ વધારશે. માટે કોઈ દેશનુ નામ લેવાની જરૂર નથી જેણે વસતીના અસંતુલનના કારણે જ તેની ઓળખ ગુમાવી છે જેને હું ડેમોગ્રાફીકસ-અર્થકવેક વસતી અસંતુલનના ભૂકંપ જેવી સ્થિતિ બની છે.
તેઓએ કહ્યું કે, ભારતના સાંસ્કૃતિક વારસા પર હુમલો થઈ રહ્યો છે અને તેનો મુકાબલો કરવા સિદ્ધાંતો આદર્શો અને માનસીક મનનો વિચાર કરવાની જરૂર છે.તેઓએ આક્ષેપ કર્યો કે અખબારોની હેડલાઈન માટે રાજકીય નેતાઓ રાષ્ટ્રીય હીતની બલી ચડાવતાં પણ અચકાતા નથી તેઓ ટુંકા સ્વાર્થ માટે પણ આ કરે છે. અને જયારે કાનુન કે દેશની ચિંતા કરતા નથી તેઓ બંધારણીય પદો પર પહોંચી ગયા છે. આપણે રાજકીય સતા માટે ગાંડપણ દર્શાવી શકીએ નહિં. આ રાજકીય સતા લોકશાહી માર્ગે લોકો પાસેથી મેળવી શકાય છે.