કેડિયા, કાંબી, કોટી, ચણીયા ચોળીમાં દેશી હાથથી ભરતકામ કરીને બનાવાય છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
રાજ્યભરમાં નવરાત્રીનો પર્વ શરૂ થઈ ચૂક્યો છે તેવામાં નવરાત્રી સમયે ટ્રેડિશનલ દ્વેષ તરીકે ઓળખાતા ચણીયા ચોળી તેમજ કોટીની માંગ બજારમાં વધી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દેશી હાથ બનાવતી ભરતકામ કરેલ અલગ અલગ ડિઝાઇનની ચણીયા ચોળી તેમજ કોટીની રાજ્યભરમાં માંગ વધુ રહે છે. ત્યારે ખેલૈયાઓ પણ ચણીયા ચોળી તેમજ કોટી પહેરીને ગરબે ઘુમતા સુંદર પણ લાગે છે. ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે રહેતા અમિતભાઇ દરજી વર્ષોથી ચણીયા ચોળી તેમજ કોટી બનાવીને તેનું વેચાણ કરે છે
- Advertisement -
અને પોતે સારી એવી આવક પણ મેળવી રહ્યા છે સાથે આ વ્યવસાય સાથે સંકળાયેલ ભરત ગુથણ અને દરજી કામ કરતા લોકોને રોજગારી પણ આપી રહ્યા છે. ગુજરાતનીમાં નવરાત્રીનું મહત્વ અનેરું હોય છે તેમાં પણ ઝાલાવાડના પહેરવેશ જેવા કે કેડીયા, કાંબી, કોટી, ચણિયા ચોળીમાં દેશી ભરતકામ કરીને બનાવવામાં આવે છે. જેમાં કોટીની કિંમત એક હજારથી લઈને પાંચ હજાર સુધીની હોય છે જ્યારે ચણિયા ચોળીની કિંમત બે હજારથી લઇને દસ હજાર સુધીની હોય છે આ કોટી તેમજ ચણીયા ચોળીની માંગ સમગ્ર ગુજરાતમાં રહે છે. આ પહેરવેશ બનાવવા માટે પાંચ દિવસ જેટલો સમય લાગે છે જ્યારે વધુ પડતું ભરતકામ હોય તો વધુ દિવસો પણ થઈ શકે છે. ત્યારે રાજ્યભરમાં હાલ નોરતાની સીઝન દરમિયાન ઝાલાવાડી પહેરવેશ સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.