થિયેટરમાં પ્રેક્ષકોને અપાતી આ પ્રકારની ખાદ્ય સેવા રેસ્ટોરા સર્વિસ હેઠળ આવે છે
દેશનું અર્થતંત્ર પોપકોર્ન કેન્દ્રીત બની ગયાના સંકેત છે. શનિવારે મળેલી જીએસટી કાઉન્સીલની બેઠક જેમાં નાણામંત્રી અધ્યક્ષપદે યોજાઈ હતી તેમાં પોપકોર્ન પર ત્રણ પ્રકારે જીએસટી લાદવા નિર્ણય થયા બાદ દેશમાં હાસ્યનું મૌજૂં ફરી વળ્યુ હતું.
તે વચ્ચે ફરી સરકારે સ્પષ્ટતા કરી છે કે, સીનેમા થિયેટરમાં જે પોપકોર્ન વેચાયા છે તે ચોકલેટ કે કાર્બોહાઈડ્રેડ અથવા કોઈપણ ફલેવર મિલાવત હોય તેના પર તો 5% જ જીએસટી લાગશે. સરકારે આ પ્રકારે પોપકોર્નમાં ફરી સ્પષ્ટતા કરી છે.
- Advertisement -
સરકારે જણાવ્યું કે, સામાન્ય રીતે થિયેટરોમાં પોપકોર્ન લૂઝમાં વેચાય છે અને તે રેસ્ટોરા-સર્વિસ હેઠળ આવે છે અને તે સિનેમા જોવા આવતા દર્શકોને પુરા પાડવામાં આવે છે. આમ તે પેક રેસ્ટોરા-સર્વિસ હેઠળ આવે છે. જો કે સિનેમા બહાર જો આ ફલેવર્ડ- ખાદ્ય સ્વાદ- સુગંધી ઉમેરાયેલા પોપકોર્ન પેકમાં વેચાય તો તેના પર 18% જીએસટી લાગે છે.
અગાઉ પણ થિયેટરમાં ફલેવર્ડ, ખાદ્ય સ્વાદ વિ. ઉમેરાયેલા પોપકોર્ન પર 5% જ જીએસટી લાગતો હતો તેવો સરકારનો દાવો છે. દેશમાં પોપકોર્ન પરના 18% જીએસટી અંગે સોશ્યલ મીડીયામાં રમૂજ ભરી ચર્ચા છેડાઈ હતી અને જીએસટી કાઉન્સીલની બેઠક બાદ સરકારને સ્પષ્ટતા કરવી પડી હતી કે આ અલગ અલગ દર એ અગાઉથી જ અમલી છે અને બેઠકમાં ફકત તેની સ્પષ્ટતા થઈ છે.