ઉનાના સૈયદ રાજપરા ગામમાં ઘરફોડ ચોરીને અંજામ અપાયો: LCBએ ચોરીનો ભેદ ઉકેલ્યો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ઘરની અંદર થી ચાર લાખ રૂપિયા અને સોના ચાંદી ના ઘરેણા ચોરાયા ની ફરિયાદ નવાબંદર પોલીસ સ્ટેશન માં થતા એલસીબી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આખરે પોલીસે ઘરફોડ ચોરી નો ભાંડા ફોડ કર્યો છે અને મહિલા સહિત બે આરોપી ને દબોચી લીધા છે. ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, ગામ માં પાડોશ માં જ રહેતી મહિલા ની દાનત બંગડી હતી ચોરી કરનાર મહિલા જાણતી હતી કે ઘરમાં ક્યાં રોકડ અને દાગીના રાખેલા છે અને તિજોરી ની ચાવી ની પણ જાણકારી હતી. પાડોશી મહિલા એ ચોરી ને અંજના આપ્યા બાદ ખાપટ ગામના ઓળખીતા શખ્સ ને દાગીના આપ્યા હતા જોકે આ સમગ્ર મામલે પોલીસે પ્રદાફાશ કરી મહિલા અને તેના સાથી ની ધરપકડ કરી છે એટલુ જ નહી રોકડ અને દાગીના પણ રીકવર કર્યા છે.