દિવ્યરાજ જાડેજા નામનાપોલીસ કર્મીએ એક વ્હોટ્સ એપ ગ્રુપમાં મેસેજ પોસ્ટ કર્યો તેનો સ્ક્રિન શોટ
દિવ્યરાજ જાડેજાએ ભૂતકાળમાં પણ અનેક જ્ઞાતિઓ વિશે વિવાદિત ટિપ્પણીઓ કરી માફી માંગવી પડી હતી
- Advertisement -
થોડા સમય પહેલાં પણ નાનામવા મેઈન રોડ પર દારૂ ઢીંચીને રાહદારીને ફટકાર્યો હતો
ગુનાઇત માનસિકતા ધરાવતા અને અવાર-નવાર વિવાદમાં આવતા દિવ્યરાજ નામના પોલીસકર્મીને ડિસમિસ કરવા કારડિયા રાજપુત સમાજની કમિશનર સમક્ષ રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનીઓ સાથે કનેક્શન ધરાવતા લોકોને અઝજ દ્વારા ઉઠાવી લેવાની કાર્યવાહી શરૂ છે ત્યારે કચ્છમાંથી પણ ગૂજરાત અઝજએ પાકિસ્તાની મુખબરી કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. સહદેવસિંહ ગોહિલ નામનો વ્યક્તિ કચ્છમાંથી સૈનાના સંરક્ષણની લોકેશનની મુખબરી કરતો હતો. અઝજએ દેશવિરુદ્ધી કાર્ય કરતા આ શખ્સને ઉઠાવી લીધો છે અને આગળની દિશામાં પુછપરછ અને તપાસનો દોર શરૂ છે એવામાં રાજકોટ શહેર પોલીસમા ફરજ બજાવતા દિવ્યરાજ જાડેજા નામના એક પોલીસ કર્મીએ આ મુખબીરને લઇ તેઓ (*) જ્ઞાતિનો નથી પરંતુ (*) જ્ઞાતિનો છે તેવી વ્હોટ્સ એપ ગ્રુપમા પોસ્ટ મૂકી હતી જેને લઇ સમગ્ર કારડીયા રાજપુત જ્ઞાતિની લાગણી દુભાણી છે.
કોઇપણ એવીડન્સ વગર પોલીસ કર્મીએ વોટ્સએપના એક ગ્રુપમાં પાકિસ્તાનની મુખબરી કરતો શખ્સ એક ચોક્કસ જ્ઞાતિનો છે એવી વોટ્સએપના એક ગ્રુપમાં પોસ્ટ વાઇરલ કરીને બે જ્ઞાતિ વચ્ચે વિવાદ વકરાવ્યો છે જેને લઈને કારડીયા રાજપૂત સમાજના યુવા અગ્રણીઓ દ્વારા આજે રાજકોટ શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી કે દેશદ્રોહીઓને કોઈ નાત-જાત-ધર્મ હોતો નથી છતા શિષ્ટબદ્ધ ગણાતા પોલીસ વિભાગના આ કર્મચારીએ કારડીયા રાજપૂત સમાજના લોકોની લાગણીને ઠેસ પહોચાડવાનું કૃત્ય કરનાર પર કડક કાર્યવાહી કરો. પોલીસ વિભાગના આ કર્મીએ સોશિયલ મીડિયામા પર કોઈ બાબત જાણ્યા જોયા વગર (વાસ્તવિકતા તપાસ્યા વગર) બે જ્ઞાતિઓ વચ્ચે વિવાદ અને વર્ગવિગ્રહ ઉભો થાય તેવી ઉશ્કેરણભરી પોસ્ટ મૂકીને ભૂતકાળથી ચાલતા વિવાદની પરિસ્થિતિને વધુ ભડકાવવાનો પ્રયત્ન કર્યો છે. જયારે કાયદો અને વ્યવસ્થાનો રક્ષક ગણાતો પોલીસ કર્મી આવા ઘૃણાસ્પદ કૃત્યમાં સંડોવાય, ત્યારે એ સમગ્ર તંત્રની શિસ્ત અને નૈતિકતાની પ્રશ્ર્નચિહ્ન ઉભી કરે છે.
દેશદ્રોહ જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિનો કોઈ ધર્મ કે જ્ઞાતિ સાથે સંબંધ ન હોય – આવા દુષ્કૃત્ય માટે જવાબદાર વ્યક્તિ માત્ર દેશદ્રોહી હોય છે અને તેને કડક સજા મળવી જોઈએ. આ રજૂઆતમા કારડીયા રાજપૂત સમાજના યુવા અગ્રણીઓ રોહિતસિંહ રાજપૂત, હરદીપસિંહ રાઠોડ, હાર્દિકસિંહ રાજપૂત, ગૌતમ ડોડીયા સહિતનુ ડેલીગેશન કમિશ્નરને રૂબરૂ મળી કાર્યવાહી કરવા માંગ કરી હતી. દિવ્યરાજ જાડેજા (મો. 9824841777) નામનો આ પોલીસકર્મીએ અગાવ અનેક વાર બે જ્ઞાતિઓ વચ્ચે વર્ગવિગ્રહ ઊભા થાય તેવી અનેક કૃત્યો કરી ચૂક્યો છે અને અવારનવાર અસામાજિક પ્રવૃત્તિમા સંડોવાયેલ ચૂક્યો છે.એક મહિના અગાવ રાજકોટના નાનામવા મેઇન રોડ પર દારૂ ઢીંચીને રાહદારીને ખોટી રીતે જાહેરમા માર મારતો વીડિયો વાયરલ થયો હતો તેમજ એક વર્ષ અગાવ આહીર સમાજ વિશે સોશિયલ મીડિયામા અભદ્ર ટિપ્પણીઓ કરતા બે સમાજો વચ્ચે મામલો ગરમાતા જાહેરમા આ કર્મીએ માફી પણ માંગી હતી. આમ આ દિવ્યરાજ જાડેજા પોતે દરરોજ દારૂનો નશો કરીને અવારનવાર જાહેરમા દંગલો કરવા,બે સમાજો વચ્ચે તકરાર ઉભો થાય તેવી ટિપ્પણીઓ કરવી તેમજ પોલીસને ના શોભે તેવા વર્તનની ફરિયાદોને લઈ અનેક વખત વિવાદોમા આવી ચૂક્યો છે.
પોલીસ વિભાગમા દરેક કર્મચારી માટે ગુનેગાર એ ગુનેગાર હોય છે તેઓને કોઈ પણ જાત-નાત-ધર્મની ના હોય.જો આ પ્રકારની માનસિકતા ધરાવતા વ્યક્તિઓને પોલીસ વિભાગ પ્રોત્સાહન આપશે તો તેઓ ભવિષ્યમા પોતાના જાતિ કે ધર્મના ગુનેગારોને છાવરવાના કૃત્યો કરી શકે છે જેથી આ ગંભીર બાબતને ધ્યાનમા લેવી અતી અગત્યની છે. કારડિયા રાજપૂત સમાજ દ્વારા રજૂઆત કરાઇ છે કે, 1. સોશિયલ મીડિયાના દુરુપયોગ દ્વારા કોમવિગ્રહ ભડકાવનાર પોલીસ કર્મી સામે તાત્કાલિક ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વિરી શરૂ થાય. (2) ‘આવા અનૈતિક અને ઉશ્કેરણીજનક કૃત્યમાં સંડોવાયેલા સરકારી કર્મચારીઓ સામે કાયદેસરની અને દૃઢ કાર્યવાહી કરવામાં આવે. (3) ‘આવા અસામાજિક પ્રવૃતિમા વારંવાર સંડોવાયેલા, શિસ્ત ભંગ કરનાર નશેડી અને માનસિક સંતુલન ગુમાવી ચૂકેલા આ કર્મીને પોલીસ વિભાગમાથી ડિસમિસ કરવા અમારી માંગ છે. (4) રાજ્ય સરકાર દેશવિરોધી પ્રવૃત્તિમાં સહભાગી તમામ શકિતઓ સામે શૂન્ય સહનશીલતાની નીતિ દાખવે.