ઉત્તરપ્રદેશના આઈપીએસ કે. એજીલીરાશને જુદી જુદી ચેકપોસ્ટની મુલાકાત પણ લીધી
ખાસ-ખબર સંવાદદાતા
ચૂંટણી પંચ દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં લોકશાહીનો પર્વ ઉજવાઈ તે માટે મોરબી જીલ્લામાં ઉત્તરપ્રદેશના આઈપીએસ કે. એજીલીરાશનની પોલીસ ઓબ્ઝર્વર તરીકે નિમણુંક કરવામાં આવી છે. મોરબી જીલ્લાના પોલીસ ઓબ્ઝર્વર કે. એજીલીરાશન દ્વારા મોરબી જીલ્લાની અલગ અલગ ચેકપોસ્ટની તેમજ સંવેદનશીલ બુથ બિલ્ડિંગોની મુલાકાત લેવામાં આવી હતી અને આ મુલાકાત દરમિયાન તેઓએ ગુજરાતના લોકોની રહેણીકરણી તેમજ ગુજરાતીઓના સ્વભાવની ખુબ પ્રશંસા કરી હતી. આ ઉપરાંત હાલ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી પોલીસ દ્વારા ચુંટણીલક્ષી કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કરી મોરબી પોલીસની કામગીરીની પણ પ્રશંસા કરી પોલીસ ઓબ્ઝર્વર દ્વારા પોલીસને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.