એક જ ખેડૂત પરિવારના 4 સભ્યોમાંથી 3ના મૃત્યુ, પુત્રીની હાલત ગંભીર
ખાસ-ખબર સંવાદદાતા
વંથલી તાલુકાનાં એક જ પરિવારનાં ચાર સભ્યોએ ઝેરી દવા પી લેતા માતા-પિતા અને પુત્રનું મૃત્યુ નિપજયુ હતુ. જયારે પુત્રીની હાલત ગંભીર જણાતા ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. જે બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ જવા પામી છે. વંથલી તાલુકાનાં સાંતલપુર ગામના ખેડૂત પરિવાર કોઇ અગમ્ય કારણોસર સહ પરિવાર સાથે ઝેરી દવા પી આપઘાતની કોશિષ કરી હતી. ગઇકાલ સમી સાંજે વિકાસ રમણીકભાઇ દુધાત્રા (ઉ.વ.45) તેમના પત્નિી હીનાબેન (ઉ.વ.45) અને પુત્ર મનન (ઉ.વ.12) અને પુત્રી હેપ્પી દુધાત્રા (ઉ.વ.15) પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેમાં ત્રણના મૃત્યુ નિપજ્યા હતા અને પુત્રીની હાલત ગંભીર હોવાનું જણાઇ રહ્યુ છે.
- Advertisement -
આ બનાવ બનતા પહેલા વિકાસ રમણીકભાઇ દુધાત્રાએ તેમના મિત્રને ફોન કરીને જાણ કરી હતી કે અમે લોકોએ સહ પરિવાર દવા પી લીધી છે આ બાબતની મિત્રને તૂરંત જાણ થતા વાડીએ પહોંચી ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી તૂરંત ચાર લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા. જયારે ખેડૂત પરિવારે સામૂહિક આત્મહત્યાના મામલે પોલીસ પણ દોડી આવી હતી અને કયા કારણોસર આત્મહત્યા કરી છે તે દિશામાં અલગ-અલગ લોકોના જવાબ લઇ અને આત્મહત્યાનું કારણ શોધી રહી છે.