જિલ્લા કુલ પાંચ ટોળકી સામે ગુજસીટોકના ગુના દાખલ, છેલ્લા 3 મહિનામાં 3 ગુના નોંધાયા
ગુનાઇત પ્રવૃત્તિ કરતા ઈસમો સામે ગુજસીટોક કાયદાનું શસ્ત્ર ઉગામતા ફફડાટ
- Advertisement -
કુખ્યાત શખ્સ કાળા દેવરાજ અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
આશ્રય આપનારને પાંચ વર્ષની સજા, પાંચ લાખના દંડની જોગવાઇ
ગુજસી ટોકના આરોપને જો કોઇ વ્યક્તિઆશરો આપે, છુપાવે અથવા છુપાવે અથવા યછુપાવવાનો પ્રયાસ કરે તેને પાંચ વર્ષ સુધીની આજીવન કેદ અને પાંચ લાખના દંડની જોગવાઇ છે. આથી ગુજસી ટોકના ફરાર આરોપીઓને કોઇ આશરો આપશે તો તેની સામે ગુજસીટોકએકટની કલમ 3(3)ની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢમાં તાજેતરમાં પોલીસ પર હુમલો કરવા મામલે પકડાયેલા કુખ્યાત શખ્સ તથા તેના બે સાગરીતો સામે પોલીસે ભૂતકાળના ગુનાઓને ઘ્યાને લઇ 3 શખ્સોની ટોળકી સામે ગુજસી ટોક એકટની કલમનો ઉમેરો કર્યો છે. કુખ્યાતશખ્સની આ ગુના હેઠળ અટકાયત કરવામાં આવી હતી. જયારે અન્ય એક શખ્સ જેતપુર સબ જેલમાં હોવાથી ત્યાંથી તેનો કબ્જો મેળવી અટકાયત કરવામાં આવશે. જયારે અન્ય એક શખ્સ ફરાર છે જેને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં ગુજસી ટોક એકટ હેઠળ આ પાંચમી ટોળકી સામે કાર્યવાહી કરવામાં આવી છે. આપગલાથી અસામાજીક પ્રવૃતિ કરનારઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
- Advertisement -
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા કાળા દેવરાજ રાડાએ થોડા દિવસો પહેલા સી-ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારી પર હુમલો કર્યો હતો. એલસીબીએ આ કેસમાં કારા દેવરાજની ધરપકડ કરી હતી. તપાસ સ્વભાવનો માથાભારેઅને રીઢો ગુનેગાર હોવાથી પોલીસે તેને ભૂતકાળના ગુનાોની યાદી કાઢી હતી. જે ગેંગ લીડર તરીકે કારા દેવરાજ અને તેના સભ્ય પ્રતાપ શિવુભાઇ સોલંકી અને નગયા સરમણ રાડા સંગીત થઇ ગુનો આચરતા હોવાનું સામે આવ્યુ હતુ. એલસીબીએ આ ટોળકીનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા ભૂતકાળમાં હત્યાનો પ્રયાસ, પોલીસ પર હુમલો, ફરજમાં રૂકાવટ, લૂંટ, પ્રોહિબીશન, રાયોટીંગ, અપહરણ, ખંડણી ઉધરાવવી, ગોંધી રાખવા, મારામારી, ધાકધમકી, હથિયાર ધારા સહિતના ગુનાઓ નોંધાયેલા હતા.
એસપી હર્ષદ મહેતાએ જણાવ્યુ હતુ કે, ગાંધીગ્રામના કાળા દેવરાજ રાડા સામે અત્યાર સુધીમાં 107, પાદરીયાના નગા સમરમણ રાડા સામે 39 અને રાજીવનગરના પ્રતાપ શિવુભા સોલંકી 11 ગુનામાં પકડાયેલો છે. આ ગેંગ સામે સામાન્ય લોકોને પણ ફરિયાદો હતી પરંતુ જાહેરમાં આવતા ન હતા. ટોળકીના ત્રણેય શખ્સોના ભૂતકાળના ગુનાઓને ઘ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક પાસે ગુજસીટોક કાયદાની કલમનો ઉમેરો કરવા મંજૂરી માંગવામાં આવી હતી. જેને મંજૂરી મળતા સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક (ધ ગુજરાત કંટ્રલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ) એકટની કમલનો ઉમેરો કરવામાં આવ્યો હતો. કારા દેવરાજ રાડાની ગુજસી ટોકના ગુના હેઠળ અટકાયત કરવામાં આવી નગા સરમણ રાડા હાલ ફરાર છેતેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જયારે પ્રતાપ શિવુભા સોલંકી છેતરપીંડીના ગુનામાં જેતપુરની સબ જેલમાં હોવાથી તેનો ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવી અટકાયત કરવામાં આવશે. આ અંગે જૂનાગઢના ડીવાયએસપી હિતેષ ધાંધલીયાને તપાસ સોંપવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં સૌ પ્રથમ વિસાવદરમાં ગુજસી ટોક હેઠળ પાંચ શખ્સની ટોળકી સામે ગુનો દાખલ થયો હતો. ત્યાર બાદ જૂનાગઢમાં પણ પાંચ, વંથલી તાલુકાના રવનીમાં પિતા-પુત્રની હત્યાના 10 આરોપીઓ સામે તેમજ જૂનાગઢના રાજુ સોલંકી તથા તેના પુત્રો, પત્ની, ભાઇ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં આવી ટોળકી સામે પાંચમો ગુનો દાખલ થયો છે આથી સંગઠીત ટોળકી બનાવી ગુના આચરતા અસામાજીક તત્વોમાં ફફટાડ ફેલાયો છે.